૧. અમે તો આવું જ કરવાનાં (ધોરણ ૬ પલાશ)
સ્વાધ્યાય
2.2 “એવું શું છે… દોરડું લઈને આવેલા.” સુધી મનમાં વાંચો અને પ્રશ્નોના જવાબ લખો.
-
કસોટીમાં ભૂત બનેલાં એ સિવાયનાં બાળકોએ કેટલી ટુકડી બનાવેલી?
જવાબ : કસોટીમાં ભૂત બનેલા એ સિવાયના બાળકોએ ૩૦-૩૦ ટુકડીઓ બનાવેલી.
-
ભૂત પકડવા બાળકોએ કેવા કેવા રસ્તા વિચારેલા?
જવાબ : ભૂતને પાંજરામાં પૂરી દેવું એ માટે પંતગિયાનું પાંજરું લઇ આવેલા, ભૂતને બાંધવા દોરડા લઇ આવેલા, આમાં જાત જાતના રસ્તા વિચારેલા.
-
નવા અને જૂના ઉખાણામાં કયા કયા ફેરફાર છે?
જવાબ : નવું ઉખાણું ‘ બહાદુરીની કસોટી’ માટે બનાવેલું હતું એનો ઉત્તર કોઈ જાણતું ન હતું. જુનું ઉખાણું બધાને ગમતું હતું એ ઉત્તર સૌ જાણતા હતા.
-
આ કોની પરીક્ષા હશે?
જવાબ : આ પરીક્ષા તોમોએ શાળાના બાળકોમાં જે બહાદુર બાળકો હશે તેની પરીક્ષા હશે.
2.3 “હેડમાસ્ટરજીએ… પછી શું!’ સુધી મનમાં વાંચો અને ‘શું થયું’ ત્યારે વાર્તાનાં પાત્રોએ ‘શું કર્યું’ વિચારી યોગ્ય અંક ‘શું શું થયું? વિભાગમાં લખો. (જોડીકાર્ય)
શું શું થયું? શું શું કર્યું?
હેડમાસ્તરજીની વાત પર ભરોસો ન પડ્યો. (6) 1. તે ગુસ્સે થયો.
પાંદડું ખખડ્યું. (4) 2. સીધા શાળા તરફ દોડ્યાં.
પગે લીસો પદાર્થ અડક્યો. (7) 3. ભૂતથી ડરવાનું બંધ કર્યું.
કબ્રસ્તાનમાં જવાની બીક લાગી. (2) 4. ચીસ પાડી.
ડરાવવા જતાં અથડામણ થઈ. (5) 5. ઈજા થઈ, ડર્યાં અને રડ્યાં.
મિગિતા પાસે કોઈ ગયું નહિ. (1) 6. મંદિર પહેલાં ડરવા લાગ્યાં.
બાળકોએ રડતાં અને ડરેલાં ભૂત જોયાં.(3) 7. ભૂત આવ્યું હોય એમ ભડક્યાં.
2.4 વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો, કરો. આ શબ્દવાળું વાક્ય વાર્તામાંથી શોધી વાંચો. વાર્તાને આધારે તમે ધારેલો અર્થ સાચો હોય તો (ચોરસ) પાસે √ કરો અને ખોટો હોય તો પાસે X કરી સાચા અર્થ લીટી કરો.
-
દુર્ગંધ – દૂરથી આવતી ગંધ, × સારી વાસ, ખરાબ વાસ
-
આવેશ – ઊભરો, √ આવીશ, ખુશી
-
કિકિયારીઓ – રડારોળ, કિલકિલાટ, ચીસાચીસ √
-
મહોરું – મોઢું, માસ્ક √, મારું
-
કબ્રસ્તાન – મુસલમાનો કે ખ્રિસ્તીઓનું સ્મશાન √, અવસાન, એક દેશ
-
પુષ્કળ – ખૂબ √ વિકળ, પૂરની સ્થિતિ
-
ઝાંપો – ખાનું, દરવાજો √, બારી
2.5 ‘હવા શૂન્ય’ વ્યાયામ કરો. – જમણો હાથ આગળ કરો. કોણીમાંથી વાળ્યા વગર હાથ ફેરવતા જઈ હવામાં શૂન્ય દોરો. આવી જ રીતે ડાબા હાથે શૂન્ય દોરો. હવે બંને હાથ વડે એકસાથે બે શૂન્ય બનાવો. ત્યાર બાદ સંવાદ વાંચી ઘાટા શબ્દનો અર્થ તારવો અને પછીના જે વાક્યમાં તેનો ઉપયોગ બરાબર થયો છે ત્યાં ટિક (√) કરો. તે શબ્દનો ઉપયોગ કરી તમારું નવું વાક્ય બનાવો.
-
હેત : આટલી બધી દુર્ગંધ શાની છે? કોઈ ખૂણામાં કચરો સડતો હોય તેમ લાગે છે.
હેત્વી : એ તો ઘર બંધ હતું ને એટલે. થોડીવાર ખુલ્લું રાખી સફાઈ કરીશું એટલે આ ખરાબ વાસ જતી રહેશે.
√ કેમિકલની દુર્ગંધથી જ ખબર પડી જાય કે ગાડી ફેક્ટરીઓના વિસ્તારમાંથી પસાર થઈ રહી છે.
-
આકાશ : ભારે વરસાદ થયો છે એટલે રસ્તા પર પુષ્કળ પાણી ભરાયાં છે.
ધરતી : એટલું બધું પાણી ઊતરતાં તો વાર લાગશે.
√ ચોમાસામાં પુષ્કળ કીડી-મંકોડા નીકળી આવે છે.
-
રાજેન્દ્ર : આચાર્યએ ‘તોફાન દિવસ’ ઊજવવાની જાહેરાત કરી તે સાથે જ અમે આનંદના આવેશમાં આવી બૂમો પાડવા લાગ્યા.
મમ્મી : તોફાન કરવાની વાત આવે એટલે તમે ઉત્સાહમાં આવી જ જાઓને! ભણવાની વાતમાં એવો જુસ્સો આવે તો ખરું!
√ જયાનું છટાદાર ભાષણ સાંભળી સૌ આવેશમાં આવી ગયાં અને તાળીઓ પાડવા લાગ્યાં.
2.6 ખાલી જગ્યા પૂરો. (ગૃહકાર્ય)
(શંકા, રક્ષણહાર, નિર્ણય, ખાતરી, સભાખંડ, ડરામણી, ભક્ષણ)
એકવાર બધા ઉંદરો સભાખંડ માં ભેગા થયા. સભા ચાલુ થઈ. બધાને શંકા હતી કે એક દિવસ એવો આવશે કે બિલાડી બધા ઉંદરો મારી ખાશે. આ ડરામણી વાત પર ખૂબ ચર્ચા થઈ. અંતે નિર્ણય લેવાયો કે બિલાડીના ગળે ઘંટ બાંધવો, જેથી એના આવવાની ખબર પડી જાય. સહુને ખાતરી થઈ કે સભાનો આ નિર્ણય સમગ્ર ઉંદરજાત માટે લાભદાયક છે. પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો, ‘બિલાડીના ગળે ઘંટ બાંધે કોણ?’
ત્યારથી લઈને હજુ સુધી ઉંદર જાતને તેનો રક્ષણહાર નથી મળ્યો! તેથી હજુ પણ બિલાડીઓ ચૂપચાપ આવી તેઓનું ભક્ષણ કરતી રહે છે.
2.7 ઉદાહરણ જુઓ, શબ્દોના અર્થ લખો અને તેનો ઉપયોગ કરી વાક્યો બોલો. (જોડીકાર્ય)
ઉદાહરણ સુગંધ – સારી વાસ દુર્ગંધ – ખરાબ વાસ.
વાક્ય : ગુલછડીનાં ફૂલોની સુગંધથી બગીચો મઘમઘ થઈ રહ્યો છે.
ગટર ઊભરાઈ અને આખા ફળિયામાં દુર્ગંધ ફેલાઈ ગઈ.
સજ્જન – સારો માણસ વાકય : સજ્જન માણસ એના સ્વભાવ થી ઓળખાય છે.
દુર્જન – ખરાબ માણસ વાકય : દુર્જન સાથે મિત્રતા ન કરવી
સ્વપ્ન – સપનું વાકય : હું સપનામાં વાદળ પર હતો.
દુઃસ્વપ્ન – ખરાબ સપનું વાકય : મને દુ:સ્વપ્ન આવતા હું જાગી ગયો.
સુકાળ – સારો સમય વાકય : આ વર્ષ મારા માટે સારો સુકાળ લઈને આવ્યો.
દુકાળ – ખરાબ સમય વાકય : ઘણા ગામોમાં પાણી અને વરસાદ ન હોવાથી દુકાળ છે.
સદગુણ – સારા ગુણ વાકય : સાચું બોલવું એ સદગુણ છે.
દુર્ગુણ – ખરાબ ગુણ વાકય : કોઈનું ખરાબ ઇચ્છવું એ દુર્ગુણ છે.
સત્કર્મ – સારા કામ વાકય : માણસે સત્કર્મ કરવા જોઈએ
દુષ્કર્મ – ખરાબ કામ વાકય : દુષ્કર્મ કરનાર માણસ નર્કમાં જાય છે.
સબળ – બળવાન વાકય : આપણે મનથી સબળ રહેવું જોઈએ.
દુર્બળ – અશક્ત વાકય : શારીરિક રીતે તે દુર્બળ છે.
2.8 ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્યો બનાવીને લખો. (જોડીકાર્ય)
ઉદાહરણ : આંખો – ૨ડી : જુઓ તો ખરા! રડી રડીને આંખો કેવી લાલ થઈ ગઈ છે.
-
કપડાં – પહેરી : તે દરરોજ નવા કપડાં પહેરી પહેરીને જુના કરી નાખ્યા.
-
ચોપડી – વાંચી : હું રોજ ચોપડી વાંચી વાંચીને થાક્યો.
-
નોટ – લખી : મેં ઘણું બધું નોટમાં લખી લખીને પતાવી દીધું.
-
પગ – ચાલી : મારા પગ ચાલી ચાલીને થાકી ગયા.
-
ખુરશી – બેસી : તે ખુરશીમાં બેસી બેસીને કંટાળી ગયો.
-
કાન – સાંભળી : તેનું ભાષણ મારા કાન સાંભળી સાંભળીને થાકી ગયા.
2.9 પઠનવીર કોણ ? (જૂથકાર્ય)
આ જાતે પોતાની શાળાના બાળકોના નામ લખી કરવું.
2.10 બહાદુરીની કસોટી પૂર્વે અને પછીનાં ઉખાણાં વાર્તામાંથી શોધો. તેના શબ્દો અને અર્થ લખો. (જૂથકાર્ય)
કસોટી પહેલાંના ઉખાણામાં અર્થ
ડરામણું ભૂત
દુર્ગંધ જાજરૂ
સ્વાદમાં ખારું જામ લગાડેલી મીઠી બ્રેડ
કસોટી પછીના ઉખાણામાં અર્થ
ડરામણું ભૂત
ભૂત મચ્છર કરડવા
એક છોકરો ભૂતને મચ્છર કરડવા
2.11.1 અહીં એક પ્રશ્નના ત્રણ સાચા જવાબ આપેલા છે. તમે તેમાંથી કયો જવાબ પસંદ કરો? તેની નીચે લીટી દોરા અને તે પસંદ કરવાનું કારણ કહો.
પ્રશ્ન : તમે કયાં કયાં બાળકોને બહાદુરીની કસોટીના વિજેતા ગણો? કેમ?
જવાબ 1 : હું બધાં બાળકોને વિજેતા ગણું કેમ કે બધાંએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
જવાબ 2 : હું બહાદુરીની કસોટીમાં ભૂત બનનાર અને ભૂત ન બનનાર એમ બધાં બાળકોને વિજેતા ગણું કેમ કે બધાંએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
જવાબ 3 : હું ‘બહાદુરીની કસોટી’માં ભાગ લેનારાં બધાં બાળકોને હું વિજેતા ગણું – કારણ કે હેડમાસ્ટરજીએ બનાવેલા નિયમ પ્રમાણે આ કસોટીમાં ભાગ લેનાર બધાં બાળકો વિજેતા ગણાય.
2.11.2 તમને કેવા પ્રકારના પ્રશ્નોના જવાબ લખવા ગમે – સહેજ શોધાં જ વાર્તામાંથી જવાબ મળી જાય તેવા, વાર્તામાં જવાબ હોય પણ જવાબ માટે થોડું વિચારવું પડે તેવા કે વાર્તાની વાતની સાથે સાથે તમારે પોતાના વિચાર પણ ઉમેરવાના થાય તેવા? કોઈ પણ એક રંગના પ્રશ્નો પસંદ કરો અને તેના જવાબ લખો.
-
તોત્તો-ચાન કબ્રસ્તાનમાં ગઈ? શા માટે?
-
મિગિતા તમને બહાદુર લાગ્યો કે ડરપોક? કેમ ?
-
જે વિદ્યાર્થીઓ ટુકડીમાં ગયા અને પાછા આવ્યા તેમણે શું શું જોયું હશે?
-
ભૂત બનેલા અને ડરી ગયેલા વિદ્યાર્થીઓએ શી ફ્રરિયાદ કરી?
-
ભૂત બનેલા છોકરા કેમ હસતાં હસતાં રડી પડતા ?
-
મારુયામા બાકીનાં બાળકોને ક્યાં ક્યાંથી લાવ્યા ?
-
તમે કયા વિદ્યાર્થીને વિદ્યાર્થીઓને આ કસોટીમાં સફળ થયા – એમ ગણશો ? કેમ ?
-
તોમોએ શાળાનાં બાળકો પછીથી ભૂતથી કેમ ડર્યા નહિ?
2.11.2 તમને કેવા પ્રકારના પ્રશ્નોના જવાબ લખવા ગમે. પ્રશ્નોના જવાબ લખો.
( 1 ) તોત્તો-ચાન કબ્રસ્તાનમાં ગઈ? શા માટે?
જવાબ : તોત્તો-ચાન બ્રસ્તાનમાં ગઈ નહોતી, ગઈ કારણ કે ત્યાં ભૂત હોય છે એવી એને શંકા હતી માટે
( 2 ) મિગિતા તમને બહાદુર લાગ્યો કે ડરપોક? કેમ?
જવાબ : મિગિતા બહાદુર લાગ્યો, કારણ કે તેણે કબરમાં છુપાઈને સૌની રાહ જોઈ હતી, પણ એની પાસે કોઈ ગયું નહોતું એટલે.
(૩) જે વિદ્યાર્થીઓ ટુકડીમાં ગયા અને પાછા આવ્યા તેમણે શું શું જોયું હશે?
જવાબ : જે વિદ્યાર્થીઓ ટુકડીમાં ગયા અને પાછા આવ્યા તેમણે ભૂતના ડરના કારણે, અન્ય વસ્તુઓમાં ભૂતનો અનુભવ કર્યો, વાસ્તવમાં એ ભૂત નહિ, પણ ભૂતનો ડર હતો એમ એમને ખબર પડી.
( 4 ) ભૂત બનેલા અને ડરી ગયેલા વિદ્યાર્થીઓએ શી ફરિયાદ કરી?
જવાબ : કબ્રસ્તાન સુધી જવાની કોઈની હિંમત ચાલી નહિ એવી ભૂત બનેલા અને ડરી ગયેલા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી.
( 5 ) ભૂત બનેલા છોકરા કેમ હસતાં હસતાં રડી પડતાં?
જવાબ : ભૂત બનેલા છોકરા, એક્બીજાને અથડાઈ ગયા, ભૂતનો ભાર હટી ગયો તેથી હસવા લાગ્યા, પણ અથડાઈ પડતાં વાગ્યું તેથી રડી પડ્યાં.
( 6 ) માયામા બાકીનાં બાળકોને ક્યાં ક્યાંથી લાવ્યા?
જવાબ : કેટલાંક ભૂત સ્ટ્રીટલાઇટ નીચે ગભરાઈને ઊભાં હતા કેટલાંક ડરનાં માર્યાં સીધાં ઘરે ભાગી ગયેલાં – એ ડરી ગયેલા બાળકોને માયામા શાળામાં લઈ આવ્યા.
( 7 ) તમે કયા વિદ્યાર્થી/વિદ્યાર્થીઓને આ કસોટીમાં સફળ થયા – એમ ગણશો? કેમ?
જવાબ : મને કસોટીમાં બે વિદ્યાર્થી સફળ થયા હોય એમ લાગે છે. ( 1 ) જે ‘ભૂત’ કબ્રસ્તાનમાં સંતાઈને બેઠો હતો, ને કોઈનો અવાજ આવતાં, એને ડરાવવા કૂઘો ને અથડાઈ જતાં વાગ્યું તે. ( 2 ) જેણે છાપાના પાનાનું મહોરું પહેર્યું હતું. એની પાસે કોઈ ગયું નહીં ને એને પુષ્કળ મચ્છરો કરડ્યા તે તોત્તો-ચાનના વર્ગનો મિગિતા.
(8) તોમોએ શાળાનાં બાળકો પછીથી ભૂતથી કેમ ડર્યાં નહિ?
જવાબ : તોમોએ શાળાનાં બાળકોએ ‘બહાદુરીની કસોટી’નો કાર્યક્રમ યોજ્યો. કાર્યક્રમને અંતે બાળકોએ પોતે જ સાબિત કર્યું કે ખુદ ભૂતો જ ડરી ગયેલાં છે. એ પછી શાળાનાં બાળકોનો ભૂતનો ડર દૂર થઈ જતાં તેઓ ભૂતથી ડર્યાં નહિ.
( 9 ) આ વાર્તા આપણી આ ચોપડીમાં શા માટે મૂકી હશે?
જવાબ : ઘરમાં પણ મમ્મી ઘણી વાર બાળકને ‘જો બાવો – આવ્યો … !’, ‘જો ભૂત આવ્યું … !’ – એમ ડરાવતી હોય છે. ડર કે ભયનો આ પ્રભાવ બાળકના મનમાંથી દૂર કરવો જરૂરી છે. ભૂત એ કાલ્પનિક ડર છે. ભૂત વિશેની વાતો એ ડરને વધારે છે. બાળકના વિકાસની આડેનું મોટું વિઘ્ન એનો આ માનસિક ડર છે. એને દૂર કરી, બાળમાનસને તંદુરસ્ત કરવા રાખવા આ પાઠનું આયોજન કર્યું હોય એમ મને લાગે છે.
2.12 વાર્તામાં 10 ભાગ છે. આપેલા મુદ્દાઓ કયા કયા ભાગમાં આવે છે તે ભાગના ક્રમ નોંધો: (જૂથકાર્ય)
ઉદાહરણ : બાળકોને ગમતું ઉખાણું ભાગ – 1 અને 2
( 1 ) બહાદુરીની કસોટીનું આયોજન – 2 અને 3
( 2 ) કસોટીના દિવસે શાળાએ પહોંચીને તરત – 3
( ૩) ભૂત બનનાર, જોવા જનારની વાતો – 3 – 4
( 4 ) ભૂત બનનારની તૈયારી – 3 – 4
( 5 ) જોવા જનારની ટુકડીઓ – 4 – 5
( 6 ) જોવા જતી વખતે રસ્તામાં – 6, 7, 8
( 7 ) ભૂતોની સ્થિતિ – 8-9
(8) શાળામાં પાછા ફર્યા પછી – 9
( 9 ) શિક્ષકોએ કરવાં પડેલાં કામ – 8 – 10
(10) તોમોએના વિદ્યાર્થીઓ ભૂત વિશે શું શીખ્યા – 10
2.13 તમે તોત્તો-ચાન હો તો આ આખી વાત તમારી મમ્મીને કેવી રીતે કહો તે લખી લાવો : (ગૃહકાર્ય) :
આ કાર્ય જાતે કરવું.
2.14 કસોટી યોજતાં પહેલાં તોમોએ શાળાના હેડમાસ્ટરજીએ તેમની નોંધપોથીમાં કેવી રીતે આયોજન નોંધ્યું હશે? આ ચાર નોંધ વાંચી ચર્ચા કરી બીજા મુદ્દા લખો : (જૂથકાર્ય) :
-
મંદિર અને કબ્રસ્તાનમાં જવાની મંજૂરી મેળવવી.
-
ભૂત બનનારને સંતાડવા માટે જગ્યા નક્કી કરવી.
-
બધાં બાળકોના વાલી સાથે વાત કરી મંજૂરી મેળવવી.
-
બાળકોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવી.
-
આ કાર્યક્રમની શાળામાં જગ્યા શોધવી.
-
ભૂત બનવાના કપડાં શોધવા
-
બાળકોના વાલીઓને પણ કાર્યક્રમમાં બોલાવવા.
-
કોઈ દુર્ઘટના ના બને તેનું ધ્યાન રાખવું
i. શિક્ષકોએ બાળકોનું ધ્યાન રાખવું
2.15 આયોજન કરો અને વર્ગ સમક્ષ ભજવી બતાવો
જાતે કરવું
2.16 જેમ રાત્રે કબ્રસ્તાન તરફ જવું’ એ બહાદુરીની કસોટી છે – તેમ આપેલી કસોટી શાની છે તે લખો. લખતાં પહેલાં નિર્જલાએ કેવી રીતે વિચાર્યું તે પણ જોઈ જજૉ (જોડીકાર્ય)
(યાદશક્તિની કસોટી, બુદ્ધિની કસોટી, શારીરિક તાકાતની કસોટી, બહાદુરીની કસોટી)
સા. ટેબલ પરથી કોણી ઊંચી ન થાય તે રીતે પંજો લડાવવો. – શારીરિક તાકાતની કસોટી
રે. ← ↑ → પછી તીર કઈ દિશામાં હશે તે કહી આપવું. – બુદ્ધિની કસોટી
ગ. ઘરમાં આવી ચડેલા સાપને સાવધાનીપૂર્વક ડબામાં પૂરવો. – બહાદુરીની કસોટી
મ. એકવીસાના ઘડિયા તૈયાર કરવા અને મોઢે બોલી જવા. – યાદશક્તિની કસોટી
૫. પ્રશ્નોના ઉત્તર મોટાભાઈ કે બહેન પાસે લખાવી લેવા અને તે ગોખી કસોટીમાં લખવા. – યાદશક્તિની કસોટી
ધ. ચોપડી વાંચી પોતાની મેળે ક્યા પ્રશ્નનો શું ઉત્તર આવશે તે તારવવો. – બુદ્ધિની કસોટી
નિ. કોઈ પ્રશ્નનો ઉત્તર વાર્તાના ક્યા પાનાના કયા ફકરામાં હશે તે તારવવું. – બુદ્ધિની કસોટી
3.1 ‘આઠડો દોરો’ – જમણો હાથ આગળ કરો. કોણીમાંથી વાળ્યા વગર હાથ ફેરવતા જઈ હવામાં અંગ્રેજી અંક આઠ દોરો. આવી જ રીતે ડાબા હાથે 8 દોરો. હવે બંને હાથ વડે એકસાથે બે 8 કે પછી દોરો. ત્યારબાદ મૂળ (પડેલું) નામ સાથે પાડેલાં નામ યોગ્ય ખાનામાં ગોઠવો.
મૂળ (પડેલું) નામ પાડેલું નામ
છોકરી રેખા, પ્રિયંકા, વહીદા
શહેર રાજકોટ, ભાવનગર, ભૂજ
દેશ ભારત, પાકિસ્તાન, નેપાળ
પુસ્તક કેકારવ
નદી નર્મદા, તાપી, ગંગા
છોકરો મહેશ
તહેવાર દિવાળી, ઈદ, નાતાલ (ક્રિસમસ)
પર્વત ગબ્બર, પાવાગઢ, ચોટીલા
ગીત લગ્નગીત, લોકગીત
3.2.1 હું કોણ ?
(1) હું શાળાએ જાઉં છું. નવું નવું શીખું છું. ગૃહકાર્ય કરું છું. પરીક્ષા, આપું છું.
મારી જાતિ : વિદ્યાર્થી
મારી જાતિમાં મારી ખાસ ઓળખ : તમારું નામ
(2) હું સજીવ છું. મારે ચાર પગ છે.
મારી જાતિ : પ્રાણી
ઉપરની જાતિમાં હું અલગ પડું છું – હું માણસો સાથે રહું છું. હું માણસોનો વફાદાર કહેવાઉં છું. મારી જાતિ કૂતરું
હું ઉપરની પેટા-જાતિમાંનું છું. માયાએ મારું ખાસ નામ ‘હીરો’ પાડ્યું છે. તો મારી ખાસ ઓળખ : હીરો
(3) હું સજીવ છું. બીજા ઘણા સજીવોનું ઘર છું. મારો ખોરાક જાતે બનાવું છું, હલી શકું છું પણ ચાલી શકતું નથી.
મારી જાતિ : વૃક્ષ
ઉપરની જાતિમાં હું અલગ પડું છું. ફક્ત હું જ જામફળ આપું છું. મારી જાતિ : જામફળી
મીનાબહેનના બગીચામાં ઉપરની જાતિનું ખાસ નામ : મીનાબહેનની જામફળી
( 4 ) ગુજરાતની રાજ્યભાષા શીખવા વિદ્યાર્થીઓ મારો ઉપયોગ કરે છે. મારી અંદર વાર્તા, કવિતા, ગીત અને ભાષા શીખવતી પ્રવૃત્તિઓ હોય છે. હું દરેક ધોરણ માટે જુદું જુદું હોઉં છું.
મારી જાતિ : ગુજરાતીનું પાઠ્યપુસ્તક
ઉ૫૨ની જાતિમાંથી ધોરણ – 5ની ખાસ ઓળખ
3.2.2. એક પછી એક કડી ઉકેલતા જાઓ અને અંતિમ ઉત્તર મેળવો
( 1 ) હું ઊડી શકું : પતંગ, પક્ષી, વિમાન, ફૂદું
મારે પાંખ છે : પક્ષી, ફૂદું, વિમાન
હું આપમેળે ઊડી શકું છું : પક્ષી, ફૂ
મારે પીંછાં છે : પક્ષી
( 2 ) હું રૂપિયા રાખવા માટે કામ આવું: બૅન્ક, તિજોરી, ડેબિટ કાર્ડ, પાકીટ
હું રૂપિયા ઉપરાંત ફોટા, ડાય૨ી કે મોબાઇલ પણ સાચવું : પાકીટ
હું ગમે તે સ્થળે રૂપિયાનો વ્યવહાર કરવામાં કામ આવું : બૅન્ક, ડેબિટ કાર્ડ, પાકીટ
હું રૂપિયાના વ્યવહાર સિવાય બીજાં કામમાં પણ ઉપયોગી : બૅન્ક, પાકીટ, તિજોરી
(૩) મને પી શકાય : મધ, શરબત, પાણી, દૂધ
હું મીઠું-મધૂરું છું. : મધ, શરબત, દૂધ
મને પીવા માટે પાણી ઉમેરવું પડે છે. : મધ, શરબત
હું હજારો વર્ષો સુધી બગડતું નથી. : મધ
(4) હું વિભાજ્ય સંખ્યા છું. : 20, 22, 25, 28
હું બે વડે વિભાજ્ય છું. : 20, 22, 28
હું ચાર વડે વિભાજ્ય છું. : 20, 28
હું સાત વડે વિભાજ્ય છું. : 28
3.10 જે સાચું છે તે છૂટથી કહો.
જાતે કરવું
વાતચીત :
( 1 ) કવિતા સાંભળતી વખતે તમને મનમાં શું થતું હતું?
જવાબ : પહેલાં કવિતાનો પાઠ – કાવ્યપઠન – સાંભળ્યો … મજા પડી … પણ એ જ કવિતાનો પાઠ એના આરોહ-અવરોહ તેમજ કાકુ સાથે જાતે કર્યો ત્યારે તો ઑર મજા પડી ગઈ. હું જાણે મારી મમ્મીને કહેતો હોઉં … જા, નથી પહેરવાં કપડાં મારે નથી પહેરવાં ! લે, ખમીસ … લે, ચડ્ડી ! …
(2) આ બાળકની કઈ કઈ વાતે તમને ‘એકદમ સાચું’, ‘એમ જ કરાય’ – એવું બોલવાનું મન થયું? –
જવાબ : ત્યારે અધ્ધમઆઘે
વાદળ પાસે ઊડી જવાનું
ઊડતાં ઊડતાં થાકી જઉં તો
તરત પરી-બાના ખોળામાં ડાહ્યોમાહ્યો
ઘસઘસ ઊંઘી જાઉં …
(૩) કવિતાની કઈ લીટી સાંભળીને તમને મજા પડી ગઈ? વાંચી સંભળાવો.
જવાબ : સૌ સાંભળો …
હું હેરણ ફેંકી દઉં, લે … ડિંગો !
ચડી ફેંકી દઉં, લે .…… ડિંગો !
દફતર ફેંકી દઉં, લે … ડિંગો !
(4) નાનિયો રિસાયો છે કે ગુસ્સો થયો છે? તમને કઈ રીતે ખબર પડી?
જવાબ : નાનિયો રિસાયો છે. ગુસ્સો છે, પણ એની પછવાડે રીસ છે. બાની ઇટ્ટાકિટ્ટા કરે છે, ડિંગો કરે છે, પણ ‘દરજી પાસે પાંખ ઘડાવી મને પરી-બા દેશે …માં એની રીસ પાછળની અપેક્ષા છે.
(5) આ છોકરો તેની મમ્મીને શું સમજાવવા માંગે છે?
જવાબ : આ છોકરો તેની મમ્મીને કહે છે, ‘તું મારી બા નહીં,
હું તારો નાનિયો નહીં … મારી સાચુકલી બા પરી …’
(6) તમે મમ્મીથી રિસાઓ ત્યારે શું કરો છો?
ઉત્તર : બોલીને હું કશું મમ્મી પાસે ન મેળવી શકું ત્યારે સહજ રીતે જ એનાથી રિસાઉં છું … રિસાવું એ પણ ભાષા છે, એ મમ્મી જ સમજી શકે છે … પછી મમ્મી કેવી રીતે માની જશે, એનો કીમિયો શોધી લઉં છું.
(7) આ છોકરો ફરિયાદ કરે છે એવી તમે કરો તો તમારાં મમ્મી-પપ્પા તમને શું કહે ?
જવાબ : આ છોકરાની જેમ હું ફરિયાદ કરું તો પપ્પા શિક્ષા કરે. એ મારી જીદ ક્યારેય પૂરી ન કરે. તાત્કાલિક તો નહીં જ પણ મમ્મી, હંમેશાં મારા પપ્પાને સમજાવે … ‘એવું શું કરો છો, છોકરાને …’ને પછી પપ્પા, જેમ બરફ ઓગળે એમ પીગળે.
(8) કોણ જલદી રિસાય – મોટેરાં કે બાળકો ? કોણ જલદી માની જાય – મોટેરાં કે બાળકો?
જવાબ : બાળકો જલદી રિસાય . ને બાળકો જ જલદી માની જાય.
(9) તમારામાંથી કોને કોને ઘરમાં ‘તોફાની’, ‘ડાહ્યો / ડાહી’ કે એવા બીજા કોઈ નામથી ઓળખવામાં આવે છે?
જવાબ : જાતે ઘરે પૂછીને લખવું
4.2 ‘આઠડો દોરો’ પછી તમને સાચો લાગતો જવાબ શોધી √ કરો.
-
ચોરસિપાઈ રમતમાં કઈ વાત લાગુ પડતી નથી?
(અ) વનિતા વૈભવના હાથ દોરડાથી બાંધે છે. √
(બ) વનિતા વૈભવને પકડવા દોડે છે.
(ક) વૈભવ પકડાઈ જાય તો તેના માથે દાવ આવે છે.
-
આ ત્રણમાંથી ઠોઠ કોણ તે કહો.
(અ) ઘોડેસવારે ઘાસનો ભારો પોતાના માથે રાખ્યો કેમ કે તેમ કરવાથી ઘાસનો ભાર ઘોડા પર ન આવે.
(બ) ૨માબહેન પરેશને ચાર દિવસથી એકની એક વાત સમજાવે છે કે સોના સ્થાનમાં રહેલી સંખ્યાની કિંમત શોધવા તે અંકના સો ગણા કરવા પણ તે દસ વડે જ ગુણે છે. √
(ક) ફિરદૌસનો હાથ રમતાં રમતાં છોલાઈ ગયો. છતાં પપ્પા મારશે એની બીકે તેણે ઘરે એ વાત કરી જ નહીં.
-
કયું વાક્ય વાંચી હસવું આવ્યું?
(અ) રીટા : આપણે બંદ્દા એવા ભૂતબૂતથી ન ડરીએ!
(બ) સુરેશ : મહેશને મજા છે, એ બંદાને જ્યારે જે જોઈએ એ તેના તે જ દિવસે મળી જાય.
(ક) પ્રતીક : આ બંદા તો ઉંદરડી શું વંદા જોઈને ફફડે એટલા બહાદુર. √
-
આ ત્રણમાંથી કોનો સૌથી વધુ વટ પડે એમ લાગે છે?
(અ) નિયતિએ દોરેલું જિંત્ર આચાર્યને એટલું બધું ગમ્યું કે એમણે તે ઑફિસમાં લગાવ્યું. √
(બ) ધનુષને તેના પપ્પાએ 250 રૂપિયાની પીંછી લઈ આપી.
(ક) દૃષ્ટિએ દોડવાની શરૂઆત જ એવી ઝડપે કરી કે બીજાં બધાં તેની પાછળ જ રહી ગયાં.
-
શિક્ષક આ ત્રણમાંથી કોને વઢશે એમ લાગે છે?
(અ) આગ લાગતાં કિશન કોઈને પૂછ્યા વગર જ વર્ગમાંથી મેદાન તરફ દોડ્યો. √
(બ) નફીસા પલળતી પલળતી વર્ગમાં આવી, ‘ઠંડી લાગે છે.’ એમ કહી જાતે જ પંખાની સ્વિચ બંધ કરી દીધી.
(ક) વિશાલે સાપને પૂંછડી પકડીને વર્ગની બહાર ફેંકી દીધો.
4.5 નાનિયો કહી શકે તે વાત સામે ‘હનૈયો’ અને નાનિયો ન કહી શકે તેની સામે ‘નનૈયો’ લખો :
( 1 ) શર્ટ, પેન્ટ, કોટ અને પાઘડી પહેરીશ – નનૈયો
( 2 ) મમ્મી વગર જરાય ન ગમે – નનૈયો
( ૩ ) તળાવ પાસે તંબુ તાણીને રહીશ – હનૈયો
( 4 ) ભણેશરી કે ઠોઠ – મને બધા મિત્રો વહાલા – હનૈયો
( 5 ) બધાની સલાહ માનીશ – નનૈયો
( 6 ) જે મને લડે તેની સાથે બોલવાનું બંધ – હનૈયો
( 7 ) પરીક્ષા આપવા જઈશ – નનૈયો
( 8 ) મને મોજ પડે તેમ કરવા દે તે જ મારી સાચી મમ્મી – હનૈયો
4.6 આ કાવ્ય કંઠસ્થ કરો. ઘરે બધાં મોટેરાંને ભેગાં કરી આ કવિતા એક વાર વાંચીને તથા એક વાર મુખપાઠ કરીને સંભળાવો
જાતે કરવું
4.7 લખો.
( 1 ) નાનકો કેવું કેવું કરવા ઇચ્છે છે?
જવાબ : ( 1 ) નાનકો પોતાને ગમે એ રીતે રહેવા ઇચ્છે છે.
( 2 ) નાનકો પહેરણ – ચડ્ડી ફેંકી દેવા ઇચ્છે છે.
( 3 ) નાનકો ઘણીવાર સુધી તળાવમાં નહાવા ઇચ્છે છે.
( 4 ) નાનકો કાળો ચોર બની રાતના તેની મમ્મીને બિવરાવી સંતાઈ જવા ઇચ્છે છે.
( 2 ) નાનકો શું શું કરવા નથી માગતો?
જવાબ : ( 1 ) નાનકો ખમીસ, ચડ્ડી – કપડાં પહેરવા માગતો નથી.
( 2 ) નાનકો ભણવા જવા માગતો નથી.
4.9 નાનિયાની બા કહી શકે તેવી વાત સામે ‘ના … બા’ અને પરી-બા કહી શકે તેવી વાત સામે ‘હા બા’ લખો …
( 1 ) ચાલ, સંતાકૂકડી રમીએ. – હા … બા
( 2 ) ચાલ, ઊઠ, નાહીધોઈને ભણવા બેસ. – ના … બા
( 3 ) ચાલ, જંગલમાં ફરવા જઈએ. – હા … બા – ના..
( 4 ) આટલું શાક ખાધા વગર ઊભું થવાનું નથી. – ના … બા
( 5 ) લેસન પૂરું કરીને પછી જ રમવાનું. – ના … બા
( 6 ) આંબે ચડીને કેરી ઉતારી આપીશ? – હા … બા
( 7 ) જોયું, અંધારામાં ચાલવાની કેવી મજા આવે ! બા – હા … બા
( 8 ) ખબરદાર જો વરસાદમાં પલળ્યો તો ! – ના …. બા
4.9 ઉત્તર લખો.
( 1 ) નાનિયાનાં મમ્મીએ / વડીલોએ તેને શું શું કરવાનું કહ્યું હશે? શું શું કરવાની ના પાડી હશે? જેથી નાનિયાને આવી કવિતા બનાવવી પડી?
જવાબ : નાનિયાનાં મમ્મી અને વડીલોએ તેને સ્વચ્છ અને સુઘડ કપડાં પહેરવા કહ્યું હશે. એને વઢ્યાં હશે. ભણીને હોશિયાર થવા કહ્યું હશે. એને ૨મીરમીને કપડાં ગંદાં ન થાય તેની કાળજી લેવા કહ્યું હશે. નદી, તળાવમાં ધૂબકે ધૂબકે નહાવાની મનાઈ કરી હશે.
નાનિયાને આવી સલાહ, આવાં બંધન ગમ્યાં નહીં હોય, એણે બાની પણ ટ્ટિા કરી હશે … સ્વતંત્રતા મેળવવા એણે આક્રોશમાં આવી કવિતા બનાવી હશે.
(2) મમ્મી શું શું કરવા દે તો નાનિયાને મમ્મી ગમે?
જવાબ : નાનિયાને એની મમ્મી રોકટોક ન કરે, અને એ ઇચ્છે એમ કરવા દે તો નાનિયાને મમ્મી ગમે.
( ૩) નાનિયો લીમડાને ઊંઘણશી અને ઠોઠ કેમ કહે છે?
જવાબ : લીમડો શાંત, ને જાણે ઊંઘતો હોય એવો લાગે છે, તેથી ઊંઘણશી કહ્યો છે. તે ભણવા જતો નથી, તેથી ઠોઠ લાગે છે.
( 4 ) નાનિયાછાપ છોકરો છોકરી તમારો નાનો ભાઈ – બહેન | મિત્ર હોય તો તમને ગમે કે ન ગમે? કેમ?
જવાબ : નાનિયા જેવાં મારાં ભાઈ બહેન | મિત્ર હોય તો મને ન ગમે કારણ કે, નાનિયાની જીદ્દ ખોટી છે. આપણે મમ્મી અથવા વડીલની વાત માનવી જોઈએ. આપણે સામાજિક પ્રાણી છીએ, વિવેક વિનાની સ્વતંત્રતા, સ્વચ્છંદતામાં પરિણમે છે, પરિણામે જીવનનું માધુર્ય આપણે ગુમાવીએ છીએ.
5.3 ખોટો વિકલ્પ છેકી સાચું વાક્ય બનાવો.
1.નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર થયો/કરો/કર્યો.
-
કવિ કલાપીએ કાવ્યોની બનાવી હતી/રચના કરી હતી/
-
ગુપ્તયુગમાં રસાયણશાસ્ત્રનો ખાસ્સો વિકાસ પામ્યો હતો/ફેલાયો હતો/થયો હતો.
-
હડપ્પીય પ્રજાની કલાકારીગરી એમનાં રમકડાંમાં વ્યક્ત થાય છે/દેખાતી છે/જણાય છે.
-
ઘણી વા૨ લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્ત્વ આપવામાં /લેવામાં / દેવામાં આવે છે.
-
લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા વસાવે/મેળવે/કરે.