ધોરણ ૩ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૦૩ પાણી જ પાણી ! PART 01
૧. કવિતાના આધારે પ્રશ્નોના જવાબ આપો :
(1)____તમે ના બગાડો,આ_____અણમોલ છે.
(A) પાણી ; પાણી
(B) તેલ ; દૂધ
(C) દૂધ; પેટ્રોલ
(D) પેટ્રોલ ; તેલ
ઉત્તર : A
(૨) પાણીને ઉકાળતાં તે વરાળ થઈ ઊડે છે. ( ✓કે X)
ઉત્તર : ✓
(૩) ખેતીવાડી અને ઝાડવાંઓને કોણ જીવાડે છે ?
ઉત્તર : ખેતીવાડી અને ઝાડવાંઓને પાણી જ જીવાડે છે.
ઉત્તર : પાણી(૫) પાણીની અછત ઊભી થાય તો____ના દુઃખભર્યાં દહાડા જોવા પડે છે.
(A) ભૂકંપ
(B) પૂર
(C) દુકાળ
(D) જ્વાળામુખી
ઉત્તર : (C)
ઉત્તર : પૃથ્વી પર પાણી આપણને નદી, તળાવ, દરિયો, સરોવર, કૂવા, વરસાદ, ઝરણું વગેરે જગ્યા એથી મળે છે.૩. પીવાનું પાણી આપણને ક્યાંથી મળે છે ?
(A) ઝરણામાંથી
(B) નદીમાંથી
(C) કૂવામાંથી
(D) આપેલ ત્રણેય
ઉત્તર : D
(B) દરિયો
(C) વરસાદ
(D) ટાંકી
ઉત્તર : C૫. નીચેનામાંથી કોણ આપણને પાણી આપતું નથી ?
(A) નદી
(B) મેદાન
(C) તળાવ
(D) કૂવો
ઉત્તર : B
ઉત્તર : જમીન ઉપરનું પાણી અંદર શોષાય છે અને તે જમીનમાં અંદર ઊતરે છે. આ પાણી કૂવામાં આપણને ભૂગર્ભજળ સ્વરૂપે મળે છે.
ઉત્તર : અમુક જગ્યાએ પાણીના ઝરણાની નીચે પેટાળમાં જ્વાળામુખીના ગરમ પથ્થરો હોય છે. તેના લીધે ઉપરના ઝરણાનું પાણી ગરમ થઈ જાય છે, તેને ગરમ પાણીનું ઝરણું કહે છે.૮. તમારા શહેરમાંથી કે ગામમાંથી પસાર થતી નદીનું નામ લખો.
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૯. તમે જાણતા હોય તેવી પાંચ નદીઓનાં નામ લખો.
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
ઉત્તર : ઘ૨માં પીવાનું પાણી પાણીની પાઇપ દ્વારા નળમાંથી મેળવીએ છીએ.૧૧. પાણીની અછત ક્યાં જોવા મળે છે ?
ઉત્તર : ખૂબ ઓછો વરસાદ પડતો હોય તેવાં ગામડાંઓ, રણપ્રદેશમાં પાણીની અછત જોવા મળે છે.
૧૨. જ્યાં પાણીની અછત હોય ત્યાં રહેતા લોકો પાણી કેવી રીતે મેળવતા હશે ?
ઉત્તર : જ્યાં પાણીની અછત હોય ત્યાં રહેતા લોકો પાણીની ટૅન્કર દ્વારા, દૂર કૂવામાં ભરવા જતા હશે, સરકાર દ્વારા થોડા થોડા સમયના અંતરે પાણી પહોંચાડાતું હશે, દૂર નદીએ ભરવા જતા હશે, બીજા ગામમાંથી લાવતા હશે.
૧૩. શું તમારી અને તમારા પડોશીની પાણી લાવવાની જગ્યા જુદી જુદી છે ? કેમ ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૧૪. ગામડામાં લોકો પીવાનું પાણી ક્યાંથી મેળવતા હશે?
ઉત્તર : ગામડામાં લોકો નદી, તળાવ, કૂવા, હૅન્ડપંપ, ટ્યૂબવેલ વગેરેમાંથી પીવાનું પાણી મેળવતા હશે.
૧૫. ખેતરમાં પાકને ચોમાસા સિવાયની ઋતુમાં પાણી કેવી રીતે મળતું હશે ?
ઉત્તર : ચોમાસા સિવાયની ઋતુમાં નદી કે કૂવામાંથી નહેરો દ્વારા, ટ્યૂબવેલ દ્વારા ખેતરમાં પાક ને પાણી મળતું હશે.
૧૬. આપણા બધાંના ઘરે હૅન્ડપંપ હોય છે. (✓કે X)
ઉત્તર : X
૧૭. તમને તરસ લાગે ત્યારે તમે શું કરો છો ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૧૮. પાણી વગર તમે શું ન જ કરી શકો ? કોઈ પણ ચાર કાર્ય લખો.
ઉત્તર : પાણી વગર હું આપેલાં કાર્યો ન જ કરી શકું:
(૧) કપડાં ધોવાં (૨) રસોઈ બનાવવી (૩) નાહવું (૪) બ્રશ કરવું.
૧૯. નીચેનામાંથી જે કાર્ય માં પાણી જરૂરી હોય, તેની સામે (✓) નિ નિશાની કરો:
ક્રિકેટ રમવામાં
ગીત ગાવામાં
હોડી ચલાવવામાં ✓
માટી ગૂંદવામાં ✓
ચા બનાવવામાં ✓
ચિત્ર બનાવવામાં
સાયકલ ચલાવવામાં ✓
વાસણ સાફ કરવામાં ✓
વૃક્ષો ઉગાડવામાં ✓
કપડાં ધોવામાં ✓
પરીક્ષા આપવામાં
ગાડી ધોવામાં ✓
૨૦. નીચેનામાંથી કયા કાર્યમાં પાણીની સૌથી વધારે જરૂર પડે છે ?
(A) સ્નાન કરવા
(B) ખેતરમાં પાણી આપવા
(C) માટી ગૂંદવા
(D) ઘર સાફ કરવા
ઉત્તર : B
ધોરણ ૩ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૦૩ પાણી જ પાણી ! PART 02
(A) વૃક્ષો ઉગાડવાં
(B) ઘર બનાવવાં
(C) રાંધવા માટે
(D) કપડાં ધોવા
ઉત્તર : (C)
ઉત્તર : ✓
ઉત્તર : X
૨૪. પાણી આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે ? (પાંચ ઉપયોગ લખો.)
ઉત્તર : (૧) પાણી પીવા માટે ઉપયોગી છે.
(૭) નાનાં મોટાં કારખાનાંમાં ઉપયોગી છે.
૨૫. પાણી વગર પણ આપણે જીવી શકીએ છીએ. ( ✓કે X)
ઉત્તર : X
૨૬. પાણીની જરૂરિયાત કોને કોને હોય છે ?
ઉત્તર : પાણીની જરૂરિયાત મનુષ્યને, પ્રાણીઓને, પક્ષીઓને, વૃક્ષોને, છોડને… .આમ, સૌ સજીવોને હોય છે.
૨૭. નીચેનામાંથી કોને પાણીની જરૂરિયાત હોતી નથી ?
(A) ઝાડ પર રહેતાં પક્ષીઓને
(B)પાલતુ પ્રાણીઓને
(C) ખેતરમાં વાવેલાં બીજને
(D)બાળકોની રમકડાંની ઢીંગલીને
ઉત્તર : (D)
૨૮. નીચે આપેલાં ચિત્રોનાં નામ લખો અને પ્રશ્નોના જવાબ આપો.
ઉત્તર : ટાંકીમાં(૩) કયા કયા પાત્રમાં લગભગ સરખું પાણી ભરી શકાશે ?
ઉત્તર : ડોલ અને માટલામાં
(૪) તમારા ઘરમાં પાણીનો સંગ્રહ શામાં કરવામાં આવે છે ?
ઉત્તર : ટાંકીમાં, ડોલમાં કે માટલામાં
૨૯. શાળામાં પાણીનો સંગ્રહ___માં થાય છે.
(A) ટાંકીમાં
(B) લોટામાં
(C) ગ્લાસમાં
(D) કેરબામાં
ઉત્તર : (A)
૩૦. આપણે પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ છે ?
ઉત્તર : જરૂરિયાતના સમયમાં તથા મુશ્કેલીના સમયમાં આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ તે માટે પાણીનો સંગ્રહ કરવો જોઈએ.
૩૧. ચિત્રો જોઈ જવાબ લખો.
ઉત્તર : ચિત્ર-૧ માં એક છોકરો ઊભો છે. તેની બાજુમાં નળમાંથી પાણી વહી જાય છે પરંતુ તે બંધ કરતો નથી. પાણી નો બગાડ થઇ રહ્યોછે.
(૨) ચિત્ર-૨નું વર્ણન કરો.
ઉત્તર : ચિત્ર-૨ માં પાણીના નળને બંધ કરતાં દર્શાવાયું છે. જેથી પાણીનો બચાવ થાય છે.
(૩) તમે તમારા ઘરમાં પાણીનો બગાડ કરો છો કે પાણી બચાવો છો ?
ઉત્તર : હું મારા ઘરમાં પાણીને બચાવું છું.
૩૨. આપણે પાણીનો બચાવ કરવાની જરૂર નથી. (✓ કે X)
ઉત્તર : X
ઉત્તર : પાણીનો જરૂર પૂરતો ઉપયોગ ન કરવાથી પાણીનો બગાડ થાય છે. પીવાનું ચોખ્ખું પાણી પૃથ્વી ઉપર ખૂબ ઓછું છે. પાણીનો બગાડ કરવાથી પાણી ઓછું થઈ જશે. પાણી સાચવીને વાપરવાથી ભવિષ્યમાં પાણીની અછત થશે નહિ. આપણે પાણી સાચવીને વાપરીએ તો બચેલું પાણી જરૂરિયાતવાળા લોકોને મળી શકે છે. પાણીનો જરૂર પૂરતો ઉપયોગ કરવાથી લાંબા સમય સુધી આપણને પાણી મળી રહેશે.
ઉત્તર : ના, રીટાએ નળ ચાલુ કરીને બ્રશ કરવું જોઈએ નહીં. કારણ કે આપણે બ્રશ કરતા હોઈએ ત્યારે નળમાંથી ઘણું પાણી વહી જાય છે અને પાણીનો બગાડ થાય છે.
– રીટાની જગ્યાએ તમે હોઉં તો તમે શું કરો ?
ઉત્તર : રીટાની જગ્યાએ હું ઘઉં તો પાણીની જરૂર ન હોય ત્યારે નળ બંધ કરીને બ્રશ કરું જેથી પાણીનો બગાડ થાય નહિ.૩૫. પાણીનો ચોક્કસ આકાર હોય છે. (✓કે X)
ઉત્તર : X
ઉત્તર : ✓
૩૭._______પાણી ભરવાનું પાત્ર નથી.
(A) મોટો જગ
(B) ડોલ
(C) ચાળણી
(D) ટબ
ઉત્તર : C
૩૯. ‘જળ એ જ જીવન છે’ આવું શા માટે કહેવાય છે ?ટૂંકમાં જણાવો.
ઉત્તર : આપણે તરસ છિપાવવા પાણીની જરૂર પડે છે. પાણી રસોઈ બનાવવા, નાહવા, વાસણ ધોવા, કપડાં ધોવા જેવા રોજિંદા કામમાં ઉપયોગી છે. પાણીથી જ ખેતરમાં પાક ઉગે છે. મનુષ્યો, પક્ષીઓ અને પ્રાણીઓને જીવવા માટે પાણીની જરૂર પડે છે. માટે કહેવાય છે કે ‘જળ એ જ જીવન છે”.
૪૦. પાણી ન હોય તો શું થાય?
ઉત્તર : પાણી ન હોય તો આપણને રોજિંદાં કર્યો કરવામાં અગવડ પડે. પાણી વગર મનુષ્યો,વૃક્ષો, પ્રાણીઓ, પશુઓનું જીવન સંકટમાં પડી જાય. પાણી ન હોય તો ખોરાક મળવો અશક્ય બની જાય. નાના મોટા કારખાનામાં કોઈ પણ વસ્તુઓ બનાવવા માટે પાણીની જરૂર હોય છે. પાણી ન હોય તો તે શક્ય બને નહિ.