M610 આસપાસના ઉદાહરણો પરથી રેખા, રેખાખંડ, ખુલ્લી અને બંધઆકૃતિ, ખૂણા, ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ વગેરે જેવા ભૌમિતિક આકારનું વર્ણન કરે છે.
M601 આસપાસના ઉદાહરણો પરથી બિંદુ, રેખા, રેખાખંડ, કિરણની સમજ દર્શાવે છે.
M610.2 માપપટ્ટી અને ડ્રીભાજક દ્વારા બે રેખાખંડની સરખામણી કરે છે.
M610.3 છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓની સમજ દર્શાવે છે.
M610.4 જુદાજુદા પરિપ્રેક્ષ્યમાંથી લંબરેખાને ઓળખે છે.
M610.5 વક્રનું ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કરે છે.
M610.6 બહુકોણના અંગો ઓળખે છે.
M610.7 ત્રિકોણની સામાન્ય સમજ દર્શાવે છે.
M610.8 ચતુષ્કોણની સામાન્ય સમજ દર્શાવે છે.
M610.9 વર્તુળ અને વર્તુળના ભાગોની સામાન્ય સમજ દર્શાવે છે.
MM611 ખૂણાની સામાન્ય સમજ દર્શાવે છે. (આસપાસ રહેલ ખૂણાને ઓળખે છે, ખૂણાના માપના આધારે વર્ગીકરણ કરે છે, 45 અંશ, 90 અંશ અને 180 અંશના ખૂણાના સંદર્ભે ખૂણાના માપનો અંદાજ કાઢે છે.)