ગણિત – 17 તમારું નામ તમારો મોબાઇલ નંબર વડલાની ઊંચાઈ પીપળા કરતાં વધુ છે. વાંસની ઊંચાઈ ગુલમહોરની ઊંચાઈ કરતાં વધુ છે. પીપળો ગુલમહોર કરતાં ઊંચો છે. તો કયું ઝાડ સૌથી નીચું હશે? વાંસ ગુલમહોર વડલો પીપળો પાંચ વ્યક્તિઓ ઊભી છે. મેઘા નેહાની ડાબી બાજુ છે. રવિ અંશુની જમણી બાજુ છે. શિલ્પા મેઘાની ડાબી બાજુ છે. તો વચ્ચે કોણ હશે? શિલ્પા મેઘા નેહા અંશુ જો ગઈ કાલની પહેલાનો દિવસ શુક્રવાર હોય, તો આવતી કાલ પછીનો દિવસ કયો હોય? મંગળવાર બુધવાર શુક્રવાર શનિવાર 26મી જાન્યુઆરી, 2016ના રોજ મંગળવાર હોય, તો 26મી જાન્યુઆરી, 2017ના દિવસે શાળામાં ક્યા વારે ધ્વજવંદન કરવામાં આવ્યું હશે? બુધવાર શુક્રવાર ગુરૂવાર મંગળવાર કિરણ સૂર્યોદય સમયે ચાલતી હતી ત્યારે તેનો પડછાયો જમણી બાજુ પડતો હતો, તો કિરણનું મુખ કઈ દિશામાં હશે? ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ મારા ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય? ફોઈ બહેન ભત્રીજી ભાણેજ તમારા ભાઈના પિતાની એકમાત્ર દીકરીનો દીકરો તમારે શું થાય? પિતા ભાઈ ભાણેજ મામા એક પાર્ટીમાં 15 વ્યક્તિઓ પરસ્પર હાથ મિલાવે છે. તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી? 105 125 120 135 આજે ટોમે જેરીને પરમ દિવસે બુધવારે મળવાનું કહ્યું, તો ગઈ કાલે કયો વાર ગયો? મંગળવાર બુધવાર સોમવાર રવિવાર ઉત્તરને દક્ષિણ, નૈઋત્યને ઈશાન, પૂર્વને પશ્ચિમ કહેવાય, તો સૂર્ય કઈ દિશામાં ઊગે? પશ્ચિમ પૂર્વ દક્ષિણ ઉત્તર ધારો કે આજે ગુરુવાર છે, તો પછીના રવિવાર પછી 27મા દિવસે કયો વાર હશે ? શનિ સોમ રવિ મંગળ 28મી ફેબ્રુઆરી, 2019ના રોજ ગુરુવાર હોય, તો 1-1-2020ના રોજ કયો વાર હશે? મંગળ સોમ ગુરુ શનિ સુજલ સૂર્યોદય પછી ચાલતો હતો ત્યારે વિજય જોયું કે તેની જમણી બાજુ તેનો પડછાયો પડતો હતો. જો વિજય તેની વિરુદ્ધ બાજુએથી (સામેથી) આવતો હોય, તો વિજયનો પડછાયો કઈ દિશામાં હશે ? પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ જો હું પૂર્વ તરફ મુખ રાખી ઊભેલો છું અને 100 ઘડિયાળની દિશામાં અને 145 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરું. તો હવે હું કઈ દિશામાં હોઈશ? પૂર્વ પૂર્વ-ઉત્તર-પૂર્વ ઉત્તર દક્ષિણ - પશ્ચિમ એક માણસ પૂર્વમાં 6 મીટર ગયો. ત્યાર બાદ તે દક્ષિણમાં 8 મીટર ચાલ્યો. હવે તે તેના પ્રારંભના સ્થળથી કેટલા મીટર દૂર હશે? 2 8 10 14 જો મહિનાની 9 તારીખ રવિવારના આગલા દિવસે હોય. તો આ મહિનાની પહેલી તારીખે કયો વાર હશે? શુક્રવાર શનિવાર રવિવાર સોમવાર સુરેશ એ રમેશથી 50 મીટર ઉત્તર-પશ્ચિમ દૂર છે. મુકેશ એ રમેશથી 50 મીટર ઉત્તર-પૂર્વ દૂર છે. સુરેશ મહેશથી કઈ દિશામાં હોય? દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર-પૂર્વ એક ટુકડીમાં મારી આગળ 16 માણસો ચાલે છે, પાછળ 12 માણસો ચાલે છે, તો ટુકડીમાં માણસની કુલ સંખ્યા કેટલી? 28 30 29 31 એક હરોળમાં એક બાળકનો બંને બાજુથી ક્રમ બારમો છે, તો હરોળમાં કુલ સંખ્યા કેટલી? 24 23 21 25 નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી? 144 146 169 196 Time's up