પાઠ : ૩ સ્વાદથી પાચન સુધી
1. કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે?
ઉત્તર : કારેલા
2……………નો સ્વાદ ખાટો હોય છે.
ઉત્તર : આમલી
3. જીભના કયા ભાગમાં આપણે ગળ્યો સ્વાદ અનુભવાય છે?
ઉત્તર : જીભ ના આગળના ભાગમાં આપણને ગળ્યો સ્વાદ અનુભવાય છે.
4. કયા મસાલો સ્વાદ તીખો હોય છે?
ઉત્તર : મરી
5. ખોરાકને મોંથી જઠર માં લઇ જવાનું કાર્ય કોણ કરે છે?
ઉત્તર : અન્નનળી
6. ડો. બ્યુમોન્ડે માર્ટીન નામના સૈનિક પર શરીરના કયા અંગો વિશે પ્રયોગ કર્યો છે?
ઉત્તર : પેટ પર
7. પાચનતંત્ર નો કયો અવયવ ખોરાકને વલોવાનું કાર્ય કરે છે?
ઉત્તર : જઠર
8. ગ્લુકોઝનું સ્વાદ……………હોય છે.
ઉત્તર : ગળ્યો
9. ખોરાકને ચાવવાનું કાર્ય……………..માં થાય છે.
ઉત્તર : મોં
10. શાક સ્વાદે મોળું બન્યું હોય તો શાકમાં…………..નાખવાનું રહી ગયું હોય છે.
ઉત્તર : મીઠું
11. મરચું, મીઠું ,વરીયાળી, ખાંડ વગેરેમાંથી…………..સુગંધથી ઓળખી શકાય છે.
ઉત્તર : વરીયાળી
12. જઠરમાંથી ખોરાક……………જાય છે.
ઉત્તર : નાના આંતરડામાં
13. ખોરાકનું સંપૂર્ણ પાચન…………….થાય છે.
ઉત્તર : નાના આંતરડામાં
14. રસોડાના મસાલામાં…………..નો મસાલો કડવો હોય છે.
ઉત્તર : મેથી
15. ……………થાય ત્યારે જમવા નો સ્વાદ બરાબર જાણી શકાય નહીં.
ઉત્તર : શરદી
16. ખોરાકના છ સ્વાદ કયા કયા છે?
ઉત્તર : ગળ્યો ,ખારો ,ખાટો ,તીખો,કડવો અને તૂરો.
17. કડવો સ્વાદ હોય તેવી બે વાનગીઓ ના નામ આપો?
ઉત્તર : કારેલાનું શાક, મેથીના લાડુ
18. પાચન અંગો કોને કહે છે?
ઉત્તર : ખોરાકને પચાવવાનું કાર્ય કરતા અને તેમાં મદદ કરતા અંગોને ‘ પાચન અંગો ‘ કહે છે.
19. પાચનતંત્રના અવયવો જણાવો.
ઉત્તર : (1) મોં , દાંત, જીભ (2) અન્નનળી (3) જઠર (4) નાનું આંતરડું (5) મોટું આંતરડું
20. એસિડિટી એટલે શું?
ઉત્તર : ખોરાકનું સારી રીતે પાચન ન થાય ત્યારે પેટમાં બળતરા થાય છે આને એસીડીટી કહે છે.
21. તમને એક જ પ્રકારના સ્વાદ ગમે છે કે જુદો જુદો કેમ?
ઉત્તર : મને જુદા જુદા પ્રકારનો સ્વાદ ગમે છે. જુદા જુદા પ્રકારના સ્વાદ નો ખોરાક ખાવાથી ખોરાક પ્રત્યેની રૂચી જળવાઈ રહે છે.
22. તમારી જીભ ના કયા ભાગ પર કયો સ્વાદ પરખાઈ છે?
ઉત્તર : જીભના આગળના ભાગ પર ગળ્યો સ્વાદ, વચ્ચે ના ભાગ ની બંને બાજુઓ ખારો અને ખાટો સ્વાદ તથા જીભના પાછળના ભાગે કડવો સ્વાદ સારી રીતે પરખાય છે.
23. આપણા મોંમાં લાળરસ શું કામ કરે છે?
ઉત્તર : લાલ રસ આપણા ખોરાકની પોચો અને મીઠો બનાવે છે તથા લાળરસ ખોરાકમાં પડવાથી તેનું પાચન સારી રીતે થાય છે.
24. તમને ભૂખ લાગે છે એ કેવી રીતે ખબર પડે છે?
ઉત્તર : મને ભૂખ લાગે ત્યારે કુદરતી રીતે ભૂખની ઉત્તેજના થાય છે. પેટ ખાલી હોવાની અનુભૂતિ થાય છે .આની અસર રૂપે થાક લાગે છે કામ કરવામાં કંટાળો આવે છે પણ ભણવામાં કે કાર્ય કરવામાં મન લાગતું નથી.
25. યોગ્ય આહાર એટલે શું?
ઉત્તર : જે આહારમાંથી જરૂરી પોષક દ્રવ્યો મળી રહે છે અને શરીરને સંપૂર્ણ પોષણ મળી શકે તે આહારની યોગ્ય આહાર કહેવાય.
26. ખોરાક સરળતાથી પચે તે માટે શું કરવું જોઈએ.
ઉત્તર : (1)ખોરાકની ખૂબ ચાવીને ખાવો જોઈએ. (2) ખોરાક હંમેશા તાજો શુદ્ધ અને રાંધેલો ખાવો જોઈએ. (3) ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ. (4) પચવામાં ભારે હોય તેવા ખોરાકના ન લેવા ઉદા. તળેલા ચરબીયુક્ત ખોરાક વગેરે.(5) ભૂખ લાગે તે માટે શારીરિક શ્રમ જરૂરી છે તેથી શરીરની જરૂરિયાત મુજબનો શ્રમ કરવો જોઈએ. (6) જમ્યા પછી આરામ ન કરતાં થોડુંક ફરવું જોઈએ.
27. તમે બે દિવસ સુધી ન ખાવો તો શું થાય? વિચારો?
ઉત્તર : (1)શરીરમાં નબળાઈ આવે અને અશક્તિ લાગે છે. (2)કામ કરતાં થાક અનુભવાય છે. (3)શરીરમાં સ્ફૂર્તિ રહેતી નથી.(4) ભૂખ્યા પેટે માથું દુખવા લાગે છે.(5) બીમાર પડવાની શક્યતા રહે છે.
28. શું તમે બે દિવસ પાણી પીધા વગર રહી શકો? આપણે જે પાણી પીએ છીએ તે તમારા મતે ક્યાં જાય છે?
ઉત્તર : ના, હું બે દિવસ સુધી પાણી પીધા વગર ના રહી શકું પાણી આપણા શરીરના ઘણા બધા કાર્ય કરવામાં મદદરૂપ બને છે આપણે પાણી પીએ છીએ તે પાચન ,રુધિરાભિસરણ અને ઉત્સર્જન જેવી ક્રિયાઓમાં ઉપયોગી બને છે. શરીરનું વધારાનું પાણી આપણા મૂત્ર અથવા પરસેવા વાટે શરીરની બહાર નીકળી જાય છે.
29. તમને શરદી થાય ત્યારે તમે જમવા નો સ્વાદ બરાબર કેમ જાણી શકતા નથી.
ઉત્તર : શરદી થવાથી આપણું નાક બંધ થઇ જાય છે. સ્વાદ ની જાણકારી ભોજનની સુગંધ પરથી જાણી શકાય છે. એટલે નાક બંધ હોવાથી આપણે જમવા નો સ્વાદ બરાબર જાણી શકાતો નથી.
30. ઝાડા અને ઊલટી થાય ત્યારે મીઠા અને ખાંડ નું દ્રાવણ કેમ આપવામાં આવે છે?
ઉત્તર : ઝાડા અને ઉલટી થવાથી શરીરમાંથી પાણી, મીઠું અને શર્કરા નું પ્રમાણ ઘટી જાય છે. જેનાથી શરીરમાં અશક્તિ આવી જાય છે. એટલે શરીરમાંથી ગુમાવેલ પાણી અને ક્ષાર પાછા મેળવવા તથા પાછા મેળવવા તથા પુનઃ શક્તિ માટે શક્તિ માટે મીઠા અને ખાંડનું દ્રાવણ આપવામાં આવે છે.
31. ખરા છે કે ખોટા તે જણાવો:
1. કાચી કેરીનો સ્વાદ મીઠો લાગે છે.
ઉત્તર : ×
2. જઠરમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે.
ઉત્તર : ×
3. હળદરનો સ્વાદ તૂરો હોય છે.
ઉત્તર : ✓
4. જીભ સ્વાદ પર રાખવાનું કામ કરે છે.
ઉત્તર : ✓
5. આંબલી નો સ્વાદ ખાટો હોય છે.
ઉત્તર : ✓
6. જીભના પાછળના ભાગમાં મીઠો સ્વાદ પરખાય છે.
ઉત્તર : ×
7. મીઠો લીમડો દાળ-શાકમાં નાખવામાં આવે છે.
ઉત્તર : ✓
8. ઝાડા ઉલટી થાય ત્યારે લીંબુનું શરબત આપવામાં આવે છે.
ઉત્તર : ✓