- ‘લોનર’નો અર્થ શું થાય?
ઉત્તર : ‘લોનર’ નો અર્થ એકલો રહેવાવાળો થાય.
- ગૌરવ જાનીએ પોતાનો પ્રવાસ ક્યાંથી શરૂ કર્યો હતો?
ઉત્તર : (B)
(A) દિલ્લી
(B) મુંબઈ
(C) કાશ્મીર
(D) પૂના
- ગૌરવ જાની કેટલા સમય માટે પ્રવાસે જવાની તૈયારી કરતા હતા?
ઉત્તર : (C)
(A) 6 મહિના માટે
(B) 4 મહિના માટે
(C) 2 મહિના માટે
(D) 1 મહિના માટે
- ચર્ચા કરો : બે મહિના માટે પ્રવાસે જવું હોય તો કઈ કઈ તૈયારી કરવી પડે છે?
ઉત્તર : વિદ્યાર્થીએ જાતે લખવો.
- મુંબઈથી દિલ્લી સુધી આશરે કેટલા કિમી અંતર થાય?
ઉત્તર : (C)
(A) 1200 કિમી
(B) 1300 કિમી
(C) 1400 કિમી.
(D) 1600 કિમી
- ગૌરવ જાનીને દિલ્લીમાં મુંબઈ કરતાં કંઈક નવું જોવા મળ્યું.
ઉત્તર : X
- દિલ્લીના મકાની કેવાં હતાં?
ઉત્તર : દિલ્લીમાં ઘર સિમેન્ટ, ઈંટ, કાચ અને સ્ટીલથી બનેલાં હતાં.
- ગૌરવ જાનીને શું જોવાની ઉત્સુકતા હતી?
ઉત્તર : ગૌરવ જાનીને લાકડામાંથી બનેલાં ઘર, ઢાળવાળી છત અને બરફથી ઢંકાયેલા ઘર જોવાની ઉત્સુકતા હતી.
- ગૌરવ જાની દિલ્હીથી બે દિવસની મુસાફરી કરીને ક્યાં પહોંચ્યા?
ઉત્તર : C
(A) શિમલા
(B) મનાલી
(C) કશ્મીર
(D) શ્રીનગર
- મુંબઈથી કશ્મીર સુધી મુસાફરી કરતાં કયાં કયાં રાજ્યોમાંથી પસાર થવું પડે છે?
ઉત્તર : મુંબઈથી કશ્મીર સુધી મુસાફરી કરતાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાંથી પસાર થવું પડે છે .
- જોડકાં જોડો :
અ | બ |
(1) ગુજરાત | (A) શિમલા |
(2) મહારાષ્ટ્ર | (B) ચંદીગઢ |
(3) રાજસ્થાન | (C) મુંબઈ |
(4) હરિયાણા | (D) ગાંધીનગર |
(5) હિમાચલ પ્રદેશ | (E) જયપુર |
જવાબ |
1 – D |
2 – C |
3 – E |
4 – B |
5 – A |
- મનાલી કયા રાજયમાં આવેલું છે?
ઉત્તર : C
(A) હરિયાણા
(B) ઉત્તર પ્રદેશ
(C) હિમાચલ પ્રદેશ
(D) ઉત્તરાખંડ
- મનાલી એક………………..પ્રદેશ છે.
ઉત્તર : પડાહી
- મનાલી શા માટે જાણીતું છે?
ઉત્તર : મનાલી હવા ખાવાના સ્થળ તરીકે જાણીતું છે.
- મનાલીમાં લોકો શા માટે આવે છે?
ઉત્તર : મનાલીમાં લોકો હરવા ફરવા અને ટ્રેકિંગ માટે આવે છે.
- મનાલીમાં કેવા પ્રકારનાં મકાનો જોવા મળે છે?
ઉત્તર : મનાલી પહાડી પ્રદેશ હોવાથી અહીં નાં મોટા ભાગનાં મકાનો પહાડી ઢોળાવો પર બંધાયેલાં છે. અહીંનાં મકાનો પથ્થર અને લાકડા નાં બનેલા હોય છે તથા છાપરા ઢાળવાળાં હોય છે.
- તંબુ એ………………..ઘર છે.
ઉત્તર : કામચલાઉ
- તંબુ કેવા કેવા પ્રકારના હોય છે?
ઉત્તર : તંબુ નાયલોન, પ્લાસ્ટિક કે તાડપતરીના કાપડના હોય છે.
- તંબુ બાંધવા શું શું જોઈએ?
ઉત્તર : તંબુ બાંધવા લાકડાં , જાડાં દોરડા, ખીલા તથા પ્લાસ્ટિક કે કાપડ જોઈએ.
- તંબુનો ઉપયોગ કોણ કોણ કરે છે?
ઉત્તર : તંબુનો ઉપયોગ વિચરતી જાતિના લોકો અને પ્રવાસીઓ કરે છે.
- તમારે નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર દસ જ વસ્તુઓ લઈ જઈ શકાય, તો તેવી દસ વસ્તુઓની યાદી બનાવો.
ઉત્તર : (1) કપડા (2) સ્લિપિંગ બૅગ (3) સ્વેટર (4) ટોર્ચ (5) ખાવાના પેકેટ (6) પાણી (7) મચ્છરદાની (8) બુટ ચંપલ (9) મેરો (10) નાનો સ્ટવ
- તમે કેવા કેવા પ્રકારના મકાનો જોયા છે?
ઉત્તર : અમે વાંસ ઘાસ , પથ્થર અને માટીથી બનેલાં કાચાં મકાનો, પતરાંનાં છાપરાવાળાં ઝૂંપડાં, ઈંટ, પથ્થર અને સિમેન્ટથી બનેલાં પાકા મકાનોમાં બંગલા અને બહુમાળી મકાનો વગેરે જોયા છે.
- કયા વિસ્તારને ઠંડું રણ કહે છે?
ઉત્તર : C
(A) મનાલી
(B) કુલુ
(C) લેહ – લદાખ
(D) કશ્મીર
- લેહ – લદાખને ઠંડું રણ શા માટે કહે છે?
ઉત્તર : લેહ – લદાખમાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે, અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડાં સપાટ મેદાનો છે, આથી તેને ઠંડું રણ પણ કહે છે.
- લદ્દાખનાં ઘરો કેવાં હતાં?
ઉત્તર : લદાખનાં મોટા ભાગનાં ઘરો બે માળનાં હતાં. ઘકર પથ્થરોનાં બનેલાં હતાં. જે એકની ઉપર એક મૂકેલા હતા. દીવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીંપેલી હતી. ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું. ઉપરના માળે જવા લાકડાનો દાદર હતો. નીચેના માળમાં એક પણ બારી ન હતી. ઉપરના માળમાં બારીઓ હતી તેની ઉપર છાપરું હતું. અહીં છાપરાં સપાટ ધાબા જેવાં હતાં.
- ‘જુલે – જુલે’નો અર્થ શો થાય?
ઉત્તર : ‘સુસ્વાગતમ્ , સુસ્વાગતમ્’
- 27.તાશીના ઘરની દીવાલો શાની બનેલી?
ઉત્તર : B
(A) ઈંટોની
(B) પથ્થરોની
(C) લાકડાંની
(D) માટીની
- લદાખમાં ઘરનો નીચેનો ભાગ શા માટે વપરાતો હતો?
ઉત્તર : ઘરનો નીચેનો ભાગ પશુઓ માટે અને જરૂરી વસ્તુઓના સંગ્રહ માટે વપરાતો. જયારે ખૂબ ઠંડી પડે ત્યારે તેનો રહેવા માટે પણ ઉપયોગ થતો હતો.
- ઘરમાં ઉપરના માળે જવા દાદર …………. નો બનેલો હતો.
ઉત્તર : A
(A) લાકડાં
(B) પથ્થર
(C) ઈટો
(D) આપેલ તમામ
- છાપરાને મજબૂત બનાવવા……………..નો ઉપયોગ થતો.
ઉત્તર : વૃક્ષોના થડ
- છાપરાં પર શું શું સૂકવેલું જોવા મળતું હતું?
ઉત્તર : છાપરાં પર નારંગી, કોળાં, લાલ મરચાં, સોનેરી પીળી મકાઈ, ડાંગરનાં ડૂંડાં, છાણાં વગેરે સૂકવેલું જોવા મળતું હતું.
- લેહ – લદાખમાં છાપરાં ઢાળવાળાં પતરાનાં બનેલાં હતાં. (√ કે X )
ઉત્તર : ×
- લદાખના લોકો માટે ઘરનો સૌથી મહત્ત્વનો ભાગ કયો હતો?
ઉત્તર : C
(A) પહેલો માળ
(B) ઉપરનો માળ
(C) છાપરાં
(D) આંગણું
- લદાખનાં બધાં ધરોનાં છાપરાં એકસરખાં સપાટ હતાં. (√કે X )
ઉત્તર : √
- લદાખના લોકો ફળો અને શાકભાજીની સૂકવણી શા માટે કરતા હતા?
ઉત્તર : લદાખના લોકોને શિયાળામાં તાજા ફળો અને શાકભાજી મળતાં નથી. આથી તેઓ ઉનાળામાં શાકભાજી અને ફળોની સુકવણી કરીને રાખે છે.
- લદાખનાં ઘરોનું ભોયતળિયું………………….નું બનેલું હતું.
ઉત્તર : લાકડાં
- તાશી અને તેના પરિવારજનો શિયાળામાં નીચેના માળે શા માટે રહેતા હતા?
ઉત્તર : નીચેના માળે એક પણ બારી ન હતી, બારી ન હોવાને લીધે નીચેનો માળ ફાળો રહેતો હતો. શિયાળાની ઠંડી હવાથી બચી શકાતું હતું આ માટે રાશિ અને તેના પરિવારના લોકો શિયાળામાં નીચેના માળે રહેતા હતા.
- તમારા ઘરનું છાપરું કેવું છે?તે કયાં કામો માટે વપરાય છે ? (નમૂનારૂપ જવાબ)
ઉત્તર : અમારા ઘરનું છાપરું પાકું સિમેન્ટ, કપચી, રેતી અને સળિયાથી બનેલું ધાબું છે. અમારા ધાબાનો ઉપયોગ અમે અનાજ તથા ખાદ્યસામગ્રી સિકવવા, કપડાં સૂકવવા, ઉનાળામાં સૂવા તથા ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે કરીએ છીએ.
- ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈએ છે?
ઉત્તર : B
(A) 4000
(B) 5000
(C) 6000
(D) 7000
ધોરણ ૫ પર્પાવરણ દ્રિતીય સત્ર પાઠ : ૧૩ પહાડ રહેઠાણ ! PART 2
- ચાંગથાંગમાં શા માટે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે?
ઉત્તર : ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે 5000 મીટરની ઊંચાઈએ આવેલો પ્રદેશ છે. વધુ ઊંચાઈવાળા પ્રદેશોમાં હવા પાતળી હોય છે . તથા તેમાં ઑક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. આથી અહીં બહારથી આવનાર લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે.
- આ પાઠના આધારે‘ચાંગથાંગ‘ નું વર્ણન કરો.
ઉત્તર : ‘ચાંગથાંગ’ દરિયાની સપાટીથી આશરે 5000 મી ઊંચું છે. અહીં હવા પાતળી હોય છે. અહીં દૂર – દૂર સુધી કોઈ પણ માણસ દેખાતો નથી. એટલે કે આ વિસ્તાર નિર્જન હતો. ફક્ત ભૂરા રંગનું ચોખ્ખુ આકાશ અને આજુબાજુ ઘણાં સુંદર તળાવો હતાં.
- ચર્ચા કરો અને કહો: તમે ક્યારેક પર્વતીય પ્રદેશમાં ગયાં છો ? ક્યાં ? તે દરિયાઈ સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો ? તમને ત્યાં શ્વાસ લેવામાં કૉઈ તકલીફ થઈ હતી ?
ઉત્તર : વિદ્યાર્થી એ જાતે લખવો.
- ઘણા દિવસોનાં પ્રવાસ પછી ગૌરવ જાનીને ચાંગથાંગમાં લીલા ઘાસનાં મેદાનો દેખાયાં. (√ કે X )
ઉત્તર : √
- ગૌરવ જાનીએ ચાંગપા લોકોને ક્યાં જોયાં?
ઉત્તર : D
(A) હિમાચલું પ્રદેશમાં
(B) ઉત્તરાખંડમાં
(C) શ્રીનગરમાં
(D) ચાંગથાંગમાં
- ‘ચાંગપા’ જાતિમાં………………લોકો જ છે.
ઉત્તર : 5000
- ……………..એ ચાંગપા લોકોનો ખજાનો છે.
ઉત્તર : A
(A) ઘેટા
(B) યાક
(C) ઘોડા
(D) ઘરેણાં
47 કારણ આપો : ‘ચાંગપા’ જાતિના લોકો તેમનાં ઘેટાં – બકરાંને તેમનો ખજાનો માને છે .
ઉત્તર : કારણ કે, ચાંગમાં જતિના લોકો ચાંગથાંગમાં રહે છે. અહીં તેઓ ઘેટાં – બકરાં ઉછેરે છે. આ ઘેટાં – બકરાં દ્રારા જ તેઓને દૂધ, માંસ, તંબુ બનાવવા ચામડુ તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મળે છે. કેટલીક બકરીઓમાંથી તેઓ વિશ્વપ્રસિદ્ધ પશ્મીના ઊન મેળવે છે. આથી જ તેઓ તેમનાં ઘેટાં – બકરને તેઓનો ખજાનો ગણે છે.
- ‘ચાંગપા’માં કોણ વધુ ધનવાન કહેવાય છે?
ઉત્તર : ‘ચાંગપા’ માં જેની પાસે વધારે ઘેટા – બકરાં હોય તે વધુ ધનવાન કહેવાય છે.
- ‘ચાંગપા’લોકોની બકરીઓ શા માટે જાણીતી છે?
ઉત્તર : B
(A) દૂધ
(B) ઊન
(C) શીંગડા
(D) આપેલ તમામ
- ‘ચાંગપા’લોકોની બકરીઓમાંથી……………ઊન મળે છે.
ઉત્તર: પશ્મીના
- પશ્મીના ઊન જગપ્રસિદ્ધ નથી. (√કે X)
ઉત્તર : X
- કારણ આપો: ચાંગપા લોકો ઊચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે .
ઉત્તર : ચાંગપા લોકો ઉચાઈવાળા પ્રદેશમાં મુશ્કેલીઓ સહન કરીને પણ રહેવાનું પસંદ કરે છે. કારણ કે તેમની બકરીઓને જેટલી વધુ ઊંચાઈ અને ઠંડીમાં ચરાવવામાં આવે તેટલા જ પ્રમાણમાં તેના વાળ વધુ લાંબા અને સુંવાળા થાય છે.
- ચાંગપા તેમની બધી વસ્તુઓ તેમના ઘેટાં– બકરાં પર લઈ જાય છે. ( √ કે X )
ઉત્તર : X
- ચાંગપા તેમની બધી વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જાય છે?
ઉત્તર : ચાંગપા તેમની બધી વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમના ઘોડા અને યાક પર જ લઈ જાય છે.
- ચાંગપા લોકો પોતાનો સામાન ફક્ત…………..કલાકમાં જ સમેટી લે છે.
ઉત્તર : અઢી
- ચાંગપાના તંબુને………………કહે છે.
ઉત્તર : રેબો
- ‘રેબો‘વિશે જણાવો.
ઉત્તર : ‘રેબો’ ચાંગપા લોકોનો શંકુ આકારનો તંબુ છે. તે બનાવવા જમીન બે ફૂટ ઊંડી ખોદી તેમાં લાકડીઓ ગોઠવે છે. આ લાકડીઓ સાથે યાકના વાળને વણીને બનાવેલી પટ્ટીઓ બાંધવામાં આવે છે, જે ખૂબ મજબૂત અને ગરમ હોય છે. આ પટ્ટી બહારની હવાથી પણ રક્ષણ આપે છે. જમીનથી થોડી ઉપર તેની આજુબાજુ તંબુ બાંધવામાં આવે છે. તે મોટા રૂમ જેવડો હોય છે. તેને વચ્ચેથી બે લાકડાંના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવે છે, જેથી તેમાં સીધા ઊભા પણ રહી શકાય છે. રેબોમાં ચૂલાનો ધૂમાડો બહાર જઈ શકે તથા બહારની ઠંડી હવાથી રક્ષણ મળી રને તે માટેની પણ વ્યવસ્થા હોય છે.
- ‘ચાંગથાંગ’નો અર્થ શું થાય?
ઉત્તર : ‘ચાંગથાંગ’ નો અર્થ છે – “એવી જગ્યા જયાં ખૂબ જ ઓછા લોકો રહે છે.”
- ‘રેબો‘ની બનાવટે હજારો વર્ષો કરતાં પણ વધારે જૂની છે.( √ કે X )
ઉત્તર : √
- ચાંગથાંગમાં શિયાળામાં……………..કિમી/ કલાકની ઝડપે હવા ફૂંકાય છે.
ઉત્તર : 70
- ઘેટાં અને બકરાંને રાખવાની જગ્યાને ચાંગપા શું કહે છે?
ઉત્તર : (C)
(A) વાડો
(B) તબેલો
(C) લેખા
(D) રેબો
- લેખાની દીવાલો શાની બનેલી હોય છે?
ઉત્તર : લેખાની દીવાલો પથ્થરની બનેલી હોય છે .
- ‘ચાંગપા’ની સ્ત્રીઓ શું કામ કરે છે?
ઉત્તર : ‘ચાંગપા’ ની સ્ત્રીઓ પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહન બનાવવાનું , પ્રાણીઓ ગણવાનું અને તેમને ‘ લેખા ‘ ની બહાર લઈ જવાનું કામ કરે છે .
- 64. જુદાં જુદાં પ્રાણીઓ આપણને કેવી રીતે ઉપયોગી છે?ઉદાહરણ સાથે સમજાવો.
ઉત્તર : પ્રાણીઓ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. જેમ કે,
(1) કૂતરો આપણા ઘરની ચોકી કરે છે તથા પોલીસને ચોર પકડવામાં મદદ કરે છે.
(2) ગાય, ભેંસ વગેરે દૂધ આપે છે.
(3) બળદ ખેતી માટે ઉપયોગી છે.
(4) ધોડો, ગધેડો, ઊંટ, હાથી વગેરે ભારવાહક તરીકે ઉપયોગી છે.
(5) મરધી ઈડાં આપે છે.
(6) પ્રાણીઓનું ચામડું પાકીટ , પટ્ટા વગેરે બનાવવા ઉપયોગી છે.
(7) ઘોડો , બળદ જેવાં પ્રાણીઓ ગાડીઓ કે ગાડાને ખેંચવા માટે પણ વપરાય છે .
- ઘેટાં અને બકરાંને પોતાની રૂંવાટીની શું જરૂર પડે છે?
ઉત્તર : ઘેટાં અને બકરાંને તેમની રૂંવાટી ઠંડી – ગરમી અને જીવજંતુથી રક્ષણ માટે જરૂરી છે.
- ભારતના કયા કયા પ્રદેશોમાં0 ° સે કરતાં પણ તાપમાન નીચું જતું રહે છે?
ઉત્તર : ભારતના કશ્મીર , લદાખ , લેહ વીરે પ્રદેશોમાં 0 ° સે કરતાં પણ તાપમાન નીચું જતું રહે છે.
- દુનિયાના કયા કયા પ્રદેશોમાં0 ° સે કરતાં પણ તાપમાન નીચું જતું રહે છે?
ઉત્તર : દુનિયાના મિનેસોટા , ઓટાવા , બોસ્ટવાના , અલગેરિયા વગેરે પ્રદેશોમાં 0 ° સે કરતાં પણ તાપમાન નીચું જતું રહે છે.
- પશ્મીના ઊનમાંથી બનેલી શાલ કેટલાં સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે તેવું મનાય છે?
ઉત્તર : (C)
(A) 2
(B) 4
(C) 6
(D) 8
- પશ્મીના ઊન આપતી બકરીના વાળ કેવા હોય છે?
ઉત્તર : પશ્મીના ઊન આપતી બકરીના વાળ સુંવાળા અને એકદમ બારીક હોય છે કે તેવા છ વાળ ભેગા કરીએ ત્યારે આપણો એક વાળ થાય છે .
- પશ્મીના શાલની શી વિશેષતા છે?
ઉત્તર : પશ્મીના શાલ ખૂબ જ પાતળી અને ગરમ હોય છે . આ શાલ છ ટ્વટર જેટલી ગરમી પૂરી પાડે છે તેવું મનાય છે .
- પશ્મીના શાલ ખાસ પ્રકારનાં મશીનો દ્વારા તૈયાર થાય છે.( √ કે X )
ઉત્તર : ×
- પશ્મીના શાલ વણવાની રીત લાંબી અને મુશકેલ છે. (√ કે X )
ઉત્તર : √
- સાદી પશ્મીના શાલ બનાવતા આશરે કેટલો સમય લાગે છે?
ઉત્તર : સાદી પશ્મીના શાલ બનાવતાં આશરે 250 કલાક જેટલો સમય લાગે છે.
- શ્રીનગરમાં આવના૨ મુસાફરો………………માં રહેવાનું વધારે પસંદ કરે છે.
ઉત્તર : હાઉસબૉટ
- હાઉસબૉટ કેવી હોય છે?
ઉત્તર : હાઉસબોટે 80 ફૂટ લાંબી અને લગભગ 8 થી 9 ફૂટ પહોળી હોય છે. તેમાં આપણા ઘર જેવી બધી જ સગવડો જેવી કે બેઠકખંડ, સૂવાનો ઓરડો, રસોડું, બાથરૂમ વગેરે હોય છે.
- ‘ડોંગા‘ક્યાં જોવા મળે છે?
ઉત્તર : ‘ડોંગા’ શ્રીનગરમાં દાલ સરોવર અને ઝેલમ નદીમાં જોવા મળે છે .
- ‘ડોંગા‘અંદર જુદા જુદા ઓરડાવાળું ઘર છે. ( √ કે X ) ઉત્તર : X
- ‘ખતમબેંડ‘કોને કહે છે?
ઉત્તર : હાઉસબૉટની છત પર અને કેટલાંક મોટાં ઘર પર લાકડાંની સુંદર કોતરણી કરેલી હોય છે.આ ભાતને ‘તમબેંડ’ કહે છે .
- કશ્મીરનાં ગામડાંઓમાં કેવાં ઘરો જોવા મળે છે?
ઉત્તર : કશ્મીરનાં ગામડાંઓમાં કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવીને તેના પર કાદવ લગાવીને બનાવેલી દીવાલોવાળા ઘર હોય છે. જેમાં લાકડું પણ વપરાય છે. ઘરનાં છાપરાં ઢાળવાળાં હોય છે.
- કશ્મીરમાં જૂના ધરની ખાસ પ્રકારની બારીને શું કહે છે?
ઉત્તર : (D)
(A) ઝરૂખો
(B) ગોખ
(C) ડેલું
(D) ડબ
- કશ્મીરમાં આવેલાં જૂનાં ઘરોની વિશેષતા શી છે?
ઉત્તર : કાશ્મીરમાં જૂનાં ઘર પથ્થર, ઈંટો અને લાકડાના બનેલા હોય છે. કેટલાક ઘરોમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે. જે દિવાલોની બહાર નીકળે છે તેને ‘ડબ’ કહે છે. તેમાં સુંદર ભાત કોતરેલી હોય છે. દરવાજા અને બારીઓમાં સુંદર મહેરાબ પણ હતા.
- કશ્મીરની દરેક ગલીમાં…………….હોય છે.
ઉત્તર : (D)
(A)બેકરી
(B) શાક માર્કેટ
(C)બજાર
(D) તળાવ
- કાશ્મીરના લોકો તેમના ઘરે રોટલી બનાવતા નથી,બેકરી માંથી ખરીદે છે.
ઉત્તર : √
- ઉનાળામાં બાકરવાલ લોકો કેવાં મકાનોમાં રહે છે?
ઉત્તર : ઉનાળામાં બાકરવાલ લોકો પહાડી વિસ્તારમાં પથ્થરો અને ગારાથી બનાવેલા મકાનોમાં જ્યારે તેમાં ઘેટાં – બકરાં ચરાવવા ત્યાં જાય ત્યારે રહે છે.
- ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં રહેલી સમાનતા અને તફાવતની ચર્ચા કરો.
ઉત્તર : ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં આ મુજબ સમાનતા જોવા મળે છે :
(1) તેઓ બંને પોતાનાં ઘેટાં – બકરો ચરાવવા ભટકતું જીવન ગુજારે છે.
(2) જમ્મુ – કાશ્મીરના પહાડી વિરતારોમાં રહે છે.
(3) તેમનું જીવન તેમનાં પ્રાણીઓ પર નિર્ભર છે.
(4) પ્રાણીઓ દ્વારા મળતી પશુપેદાશ જેવી કે ઊન , દૂધ , માંસ , ચામડું વગેરે વેચી પોતાનું ગુજરાન ચલાવે છે.
ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં નીચે મુજબ તફાવત જોવા મળે છે :
(1) બાકરવાલ લોકો બધા જ પ્રકારનાં ઘેટાં – બકરાં પાળે છે અને તે કોઈ પણ ઘાસચારાવાળા વિસ્તારમાં ચરાવવા જાય છે ; જ્યારે ચાંગપા ખાસ પ્રકારની પશ્મીનો ઊન આપતી બકરીઓ પાળે છે અને ઊંચાઈ પર જ ચરાવવા જાય છે.
(2) બાકરવાલ લોકો ફક્ત ઉનાળામાં જ પોતાના ઘેટાં – બકરાં ચરાવવા પહાડો પર છે ; જ્યારે ચાંગપા લોકો બારે માસ વધુ ઊંચાઈવાળા વિસ્તારમાં જ ઘેટાં – બકરાં ચરાવવા ફરતા રહે છે.
- ભારતના જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારનાં મકાનો શા માટે જોવા મળે છે?
ઉત્તર : ભારત મોસમી આબોહવા ધરાવતો દેશ છે. સાથે – સાથે તેના ભૂપૃષ્ઠમાં પણ વિવિધતા છે. ક્યાંક સપાટ મેદાનો છે તો ક્યાં પહાડી વિસ્તાર છે. આથી જે – તે પ્રદેશની આબોહવા, ભૂપુષ્ઠ અને ત્યાં મળતી ચીજવસ્તુઓને ધ્યાનમાં રાખીને લોકો પોતાની જરૂરિયાત મુજબનાં મકાનો બનાવે છે . આથી જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારનાં મકાનો જોવા મળે છે.
- જોડકાં જોડો:
અ | બ |
(1) ચાંગથાંગ | (A) ભૂંગો |
(2) લેખકલદાન | (B) શિકારા |
(3) રાજસ્થાન | (C) રેબો |
(4) દાલસરોવર | (D) ઠંડુંરણ |
જવાબ |
1 – C |
2 – D |
3 – A |
4 – B |