1. બાળકો જંગલમાં જઈને શું કરે છે ?
ઉત્તર :
 બાળકો જંગલમાં જઈને ત્યાં કૂદે , દોડે , વૃક્ષો પર ચઢે અને તેમની કુદુક ભાષામાં ગીતો ગાય છે. તેઓ નીચે પડેલાં ફૂલો અને પાંદડાંઓ હાર બનાવવા માટે ભેગાં કરે છે . જંગલી ફળોની મજા માણે છે. જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવાં પક્ષીઓ શોધે છે અને વૃક્ષો, છોડ, અને પ્રાણીઓને ઓળખતાં શીખે છે .

2. બાળકો જંગલમાં કઈ ભાષામાં ગીતો ગાતા હતા?
ઉત્તર :
 C
(A) મલયાલમ

(B) હિન્દી
(C) કુદુક
(D) ગુજરાતી

3. બાળકો ____ ની સાથે જંગલમાં જતા હતા.
ઉત્તર :
 સુર્યમણિ

4. સુર્યમણિ બાળકોને ___ના દિવસે જંગલમાં લઈને આવે છે. 

ઉત્તર : B
(A) સોમવાર
(B) રવિવાર
(C) ગુરુવાર
(D) શનિવાર
5. સુર્યમણિ વાંચતાં શીખવા માટે કોને મહત્ત્વનાં ગણે છે ? 
ઉત્તર : D
(A) પુસ્તકો
(B) જંગલો
(C) પક્ષીઓ
(D) A અને B બંને

6. સૂર્યમણિ જંગલ વિશે શું કહે છે ?
ઉત્તર : 
સુર્યમણિ જંગલ વિશે કહે છે કે, “વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલાં જ મહત્ત્વનાં છે. અમે જંગલના વનવાસી લોકો છીએ. અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે. જો જંગલો ન હોય તો, અમે પણ રહી શકીશું નહિ.”

7. ___ એ ‘સ્ટાર ગર્લ’ છે.

ઉત્તર : સૂર્યમણિ

8. ‘સ્ટાર ગર્લ’ એટલે શું ?
ઉત્તર :
 સ્ટાર ગર્લ  એ એક યોજના છે, જે સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે, જેઓએ તેમનું જીવન શાળાએ જઈને બદલ્યું છે.

9. તમારા વિચારે જંગલ શું છે ? 

ઉત્તર : જંગલ એટલે જુદા જુદા પ્રકારનાં ધણાં બધાં વૃક્ષો, છોડ તથા વેલાઓ વિશાળ જગ્યામાં ફેલાયેલા હોય છે, તેમાં ઘણાં બધાં પશુ – પક્ષીઓ અને કિટકો પણ રહેતાં હોય.

10. જો કોઈ એકબીજાની નજીક ઘણાં વૃક્ષો ઉગાડે , તો તે જંગલ બની જશે. (√ કે X )

ઉત્તર : X

11. બધાં જંગલોમાં એક જ પ્રકારનાં વૃક્ષો હોતાં નથી. (√ કે X ) 

ઉત્તર : √

12. વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે ?
ઉત્તર : 
વૃક્ષો સિવાય જંગલમાં નાના છોડવા , પ્રાણીઓ , પક્ષીઓ , જીવજંતુઓ વગેરે હોય છે .

13. સૂર્યમણિ કહે છે, “જો જંગલો ન હોય, તો અમે પણ રહી શકીશું નહિ,” આવું કેમ ? તમારા વિચારો જણાવો.
ઉત્તર :
 સૂર્યમણિ જંગલમાં રહેનારા વનવાસીઓ પૈકીની એક છે. વનવાસી લોકોનું જીવન જંગલ ઉપર નિર્ભર છે. તેઓ જંગલમાંથી પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવે છે. આ ઉપરાંત તેઓ જંગલમાંથી ઔષધિય વનસ્પતિઓ, મધ, ગુંદર અને અન્ય પેદાશો મેળવીને શહેરમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. જંગલ તેમનું નિવાસસ્થાન પણ છે અને આથી જ સૂર્યમણિ કહે છે કે, “જો જંગલો ન હોય, તો અમે પણ રહી શકીશું નહિ.”

14. આપણે જંગલોનું ___કરવું જોઈએ.
ઉત્તર : 
જતન

15. સૂર્યમણિને જંગલ પ્રત્યે બાળપણથી પ્રેમ હતો તે શા પરથી કહી શકાય ?
ઉત્તર : 
સૂર્યમણિ બાળક હતી ત્યારથી તે શાળાએ જતાં સીધો રસ્તો પસંદ કરવાની જગ્યા એ જંગલનો રસ્તો પસંદ કરી તે રસ્તે આવ – જા કરતી હતી. આથી કહી શકાય કે સુર્યમણિને બાળપણથી જંગલ પ્રત્યે પ્રેમ હતો.

16. સૂર્યમણિની માતા શું કરતી હતી ?
ઉત્તર : 
સૂર્યમણિની માતા વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલાં પાંદડાંની થાળીઓ બનાવતી હતી.

17. સૂર્યમણિના પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલતું હતું ? 

ઉત્તર : સૂર્યમણિના પિતાનું નાનું ખેતર હતું. તેનો પરિવાર જંગલમાંથી, પાંદડાં અને છોડ ભેગા કરીને તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો. તેની માના વાંસમાંથી ટોપલા અને નીચે પડેલાં પાંદડાંની થાળીઓ બનાવતી હતી અને આ બધી વસ્તુઓ વેચીને તેમનું ગુજરાન ચાલતું.

18. જંગલના લોકો __ થી ડરતા હતા.
ઉત્તર : ઠેકેદાર

19. ઠેકેદાર કોને કહે છે ?
ઉત્તર :
 જે વ્યક્તિના જંગલમાંથી જરૂરી લાકડું યોગ્ય પ્રમાણમાં કાપવાની તથા જંગલની વસ્તુઓ લઈ જવાની પરવાનગી મળી હોય છે તેને ઠેકેદાર કહે છે. બદલામાં, તે જંગલનું રક્ષણ કરે છે.

20. કોણ ઠેકેદારથી ડરતું ન હતું ? 

ઉત્તર : B
(A) સુર્યમણિ
(B) બુધિયામાઈ
(C) સુર્યમણિના માતા
(D) મણિયાકાકા

21. બુધિયામાઈ લોકોને શું સમજાવતાં હતાં ?
ઉત્તર : 
બુપિયામાઈ લોકોને સમજાવતા કે, ‘આપણે આ જંગલના લોકો છીએ અને આપણો તેના પર હક છે. આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ. આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતાં નથી. જંગલો આપાણી સહિયારી બેન્ક છે, અમારી કે તમારી નથી. આપણે તેમાંથી જેટલું આપણને જોઈએ તેટલું જ લઈએ છીએ. આપણે આપણી બધી સંપત્તેિ વાપરવાની નથી.

22. ઠેકેદાર સુર્યમણિના ગામના લોકોને જંગલમાં કેમ જવા દેતો ન હતો ?
ઉત્તર : 
ઠેકેદાર જંગલના વૃક્ષો તથા તેનું લાકડું કાપીને વેચતો હતો. જેનો પરવાનો તેને સરકાર પાસેથી મેળવ્યો હતો. તે નહોતો ઇરછતો કે બીજા લોકો પણ જંગલની ચીજોનો ઉપયોગ કરે. આથી, તે સૂર્યમણિના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો.

23. કારણ આપો : ઇચ્છા ન હોવા છતાં ઘણાં વનવાસીઓ શહેરમાં રહેવા આવે છે.
ઉત્તર : 
વનવાસીઓ પોતાની આજીવિકા માટે જંગલ પર આધાર રાખે છે. પરંતુ, જંગલમાં ઠેકેદાર નીમાતાં તે વનવાસીઓને જંગલમાંથી કશું લેવા દેતો નથી. વળી, જંગલમાં ખેતીલાયક જમીન પણ ઓછી હોવાથી વનવાસીઓ આજીવિકા માટે શહેરમાં રહેવા આવે છે.

24. કોના પ્રયત્નથી સૂર્યમણિનું બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો ? 

ઉત્તર : A
(A) મણિયાકાકા
(B) તેના પિતા
(C) ઠેકેદાર
(D) બુધિયામાઈ

25. સૂર્યમણિ બિશનપુરની શાળાએ જવા શા માટે રાજી ન હતી ?
ઉત્તર : સૂર્યમણિને તેનું ગામ અને જંગલ છોડવું ન હતું માટે તે શાળાએ જવા રાજી ન હતી1.

26. મણિયાકાકાએ સૂર્યમણિને બિશનપુરની શાળાએ જવા કેવી રીતે સમજાવી ?
ઉત્તર : 
મણિયાકાકાએ સૂર્યમણિને સમજાવ્યું કે, ‘આપણને જંગલમાંથી ગમે ત્યારે હાંકી કાઢવામાં આવશે, જંગલો લુપ્ત થઈ રહ્યાં છે. તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહ્યા છે. મારું માન, તારા માટે ભણવું અને કાયદા વિશે સમજવું મહત્ત્વનું છે. કદાચ તે પછી તું આપણાં જંગલને બચાવવામાં મદદ કરી શકીશ.’

27. તમારા મતે જંગલો કોનાં છે ?

ઉત્તર : અમારા મતે જંગલો આપણા સૌનાં છે.

28. બીજી કઈ વસ્તુઓ છે જે આપણી સહિયારી મિલકત છે ?
ઉત્તર :
 ભૂગર્ભજળ, ખનીજતેલ, જળાશયો અને સમુદ્રોમાંથી મળતી માછલીઓ તથા વનસ્પતિ, ખનીજતેલ, વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ વગેરે આાપણી સહિયારી મિલકત છે.

29. આપણી સહિયારી મિલકતનો જો કોઈ વધારે ઉપયોગ કરે તો દરેકે ભોગવવું પડે છે. (√ કે X )

ઉત્તર : 

30. તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે જે તમને લાગે કે બધા માટે ખુલ્લી મૂકવામાં આવે , પરંતુ ત્યાં બધાં લોકોને જવા દેવામાં આવતા ન હોય ? ( વિઘાર્થી પોતાના વિસ્તારને ધ્યાનમાં રાખીને ઉત્તર આપે )

31. સૂર્યમણિએ ભણવા માટે ____ મેળવી હતી.
ઉત્તર : 
શિષ્યવૃત્તિ

32. સૂર્યમણિ તેના ગામમાં બી.એ. કરનાર પહેલી છોકરી હતી . (√ કે X )

ઉત્તર : √

33. _____ એક પત્રકાર હતાં. 

ઉત્તર : વાસવાદીદી

34. સૂર્યમણિ કયા આંદોલનમાં જોડાઈ હતી ?
ઉત્તર : 
સૂર્યમણિ ઝારખંડ જંગલ બચાવો આંદોલનમાં જોડાઈ હતી .

35. સુર્યમણિના કામમાં તેને કોણ સાથ આપતું હતું ?
ઉત્તર :
 B
(A) મણિયાકાકા

(B) બીજોય
(C) તેની માતા
(D) આપેલ તમામ

36. સૂર્યમણિ કોની સાથે પોતાના વિચારોની આપ – લે કરતી હતી ? 

ઉત્તર : C
(A) પિતા
(B) બીજોય
(C) મિરચી
(D) માતા

37. સૂર્યમણિનું ક્યું સ્વપ્ન હતું ?
ઉત્તર : 
સૂર્યમણિનું સ્વપ્ન તેના કુદુક જાતિના લોકો વનવાસીઓ હોવા માટે ગૌરવ અનુભવે તેવું કરવાનું હતું.

38. કેટલાક લોકો જંગલના લોકોને જંગલી કહે છે, આવું કહેવું શા માટે યોગ્ય નથી ?
ઉત્તર : 
જંગલમાં રહેનાર લોકોની એક અલગ રીતભાત અને સંસ્કૃતિ છે અને આપણી રહેવાની રીતભાત અને સંસ્કૃતિ અલગ છે. તેઓ તેમની સંસ્કૃતિ મુજબ રહે છે અને વર્તે છે. તેથી તેઓને ‘જંગલી’ કહેવું યોગ્ય નથી.

39. વનવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો ? તે વિશે લખો.
ઉત્તર : 
વનવાસીઓ સાદગીપૂર્ણ જીવન જીવે છે. તેઓ એકદમ સાદાં કપડાં પહેરે છે. તહેવારો અને તેમના ઉત્સવો વખતે તેઓ ફૂલો અને પાંદડાંમાંથી બનાવેલાં વિશિષ્ટ પ્રકારનાં કપડાં પહેરે છે . તેઓનું જીવન જંગલની પેદાશો પર નિર્ભર છે. તેઓ બળતણ માટેનું લાકડું જંગલોમાંથી એકઠું કરે છે અને પોતાના પ્રાણીઓને પણ ત્યાં જ ચરાવે છે. જંગલમાંથી મળતી ઔષધિઓ વિશે તેમની પાસે સારું જ્ઞાન હોય છે. તેઓ વાંસ અને પાંદડાંઓમાંથી વિવિધ વસ્તુઓ બનાવીને વેચે છે. તેઓ જંગલ અને તેમાં રહેનારાં પ્રાણીઓનું રક્ષણ કરે છે.

40. એવી કઈ બાબતો છે જે પર્યાવરણને થોડા – ઘણા અંશે નુકસાન કરતી હોવા છતાં આજના સમયમાં જરૂરી છે ? કેમ ?
ઉત્તર : 
બંધ બાંધવા, રસ્તા બનાવવા, ખનીજ મેળવવા ખાણોનું ખોદકામ કરવું, ઈમારતી લાકડાં માટે વૃક્ષો કાપવાં જેવી બાબતો પર્યાવરણને નુકસાન કરે છે, પરંતુ જો આ બધુ બંધ કરી દેવામાં આવે તો આજની વસતીને સારું જીવન જીવવા માટે જોઈતી ચીજવસ્તુઓની અછત થશે અને કદાચ આનાં ખરાબ પરિણામો પણે માનવજાતને ભોગવવા પડે.

 

41. સૂર્યમણિએ ___ ની મદદ થી કેન્દ્ર ખોલ્યું.

ઉત્તર : C

(A) બિજોય
(B) મિરચી
(C) વાસવીદીદી
(D) મણિયાકાકા

42. ‘તોરંગ’ની શરૂઆત કરી ત્યારે સૂર્યમણિની ઉંમરે કેટલા વર્ષની હતી ? 
ઉત્તર : B
(A) 20
(B) 21
(C) 22
(D) 23

43. ‘તોરંગ’નો અર્થ ____ થાય. 

ઉત્તર : જંગલ

44. તોરંગમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થતી હતી ?
ઉત્તર :
 કુદુક જાતિના અને બીજા વનવાસી લોકો તહેવારો પર પોતાનાં ગીતો ગાય, પારંપરિક કપડાં પહેરે, પોતાનું આગવું સંગીત વગાડે, બાળકો પોતાની વનવાસી ભાષા શીખે, છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા શીખે, આ બધાને લગતી પ્રવૃત્તિઓ ‘તોરંગ’ માં થતી હતી.

45. સુર્યમણિના મતે બાળકોએ શાળાની ભાષા જ શીખવી જોઈએ. (√ કે X) 

ઉત્તર : X

46. ‘તોરંગ’ કેન્દ્રમાં કેવા પ્રકારનાં પુસ્તકો રાખવામાં આવ્યાં હતાં ?
ઉત્તર :
 ‘તોરંગ’ કેન્દ્રમાં કુદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓ વિશેનાં ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

47. ‘તોરંગ’ કેન્દ્રમાં કયાં વાજિંત્રો મુકેલાં હતાં ? 

ઉત્તર : B
(A) વાંસળી, મંજીરા
(B) વાંસળી, તબલાં
(C) તબલાં, મંજીરા
(D) માત્ર વાંસળી

48. સૂર્યમણિ કોના માટે લડતી હતી ?
ઉત્તર : 
કોઈને અન્યાય થાય અથવા જો કોઈને ડર લાગે કે તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે, તેવા લોકો સૂર્યમણિ પાસે આવતા. સુર્યમણિ આવા લોકોના હકો માટે લડતી હતી.

49. સુર્યમણિને બીજા દેશોમાં શા માટે આમંત્રણ આપવામાં આવતું હતું ?
ઉત્તર : 
સુર્યમણિને બીજા દેશોમાં પણ તેના વનવાસી લોકોના ઉત્થાન માટેના પ્રયત્નો વિશેના તેના અનુભવોની આપ – લે કરવા આમંત્રણ આપવામાં આવતું હતું.

50. જંગલના હકનો કાયદો ક્યારે અમલમાં આવ્યો ? 

ઉત્તર : B
(A) 2005
(B) 2007
(C) 2009
(D) 2011

51. જંગલના હકના કાયદા વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર :
 જંગલના હકના કાયદા મુજબ જે લોકો જંગલોમાં ઓછામાં ઓછો પચ્ચીસ વર્ષથી રહેતા હોય તેઓનો જંગલની જમીન પર અને ત્યાં જે ઊગે તેના પર હક છે. તેઓને જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ નહિ. જંગલોની રક્ષાનું કામ તેમની ગ્રામસભા દ્વારા થવું જોઈએ.

52. કહો કે તમે તમારા સમાજ માટે કંઈ કરવા માંગો છો ? શું ?

53. સીખ્યા કયા રાજયના મુખ્યમંત્રીને પત્ર લખે છે?
ઉત્તર : 
A
(A) ઑડિશા
(B) ઝારખંડ
(C) છત્તીસગઢ
(D) પ.બંગાળ

54. સીખ્યા મુખ્યમંત્રીને શા માટે પત્ર લખે છે ?
ઉત્તર : 
સીખ્યા એક વનવાસી છોકરી છે. તેની આસપાસનાં જંગલો એલ્યુમિનિયમ જેવાં ખનિજ માટે કપાઈ રહ્યાં હતાં. તે જોઈને તેને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું, તેથી જંગલોને બચાવવા માટે તેણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતા.

55. સીખ્યાની આસપાસનાં જંગલો શા માટે કપાઈ રહ્યાં હતાં ? 

ઉત્તર : D
(A) ફેક્ટરીમો બનાવવાનું કારણે
(B) એલ્યુમિનિયમની નાણો ખોદવા
(C) બંધો બાંધવાને કારણે
(D) આપેલ તમામ

56. સીખ્યાએ જંગલો કપાવવાથી કઈ સમસ્યાઓ થશે તે જણાવ્યું છે ?
ઉત્તર :
 સીખ્યાએ જંગલો કપાવવાથી જંગલના લોકોની રહેવાની તથા આજીવિકાની , લાખો પ્રાણીઓ જે જંગલમાં રહે છે તેમના પુનઃવસનની કે બચાવની, હવા પ્રદૂષિત થશે, માઇલો સુધીની જમીન વેરાન થઈ જશે, પાણી પ્રદૂષિત થશે … વગેરે જેવી સમસ્યાઓનું વર્ણન તેના પત્રમાં કર્યું છે.

57. તમારા મતે જંગલો કપાવાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય છે ?
ઉત્તર :
 જંગલો કપાવાથી નીચે પ્રમાણેની સમસ્યાઓ ઊભી થાય છે :
(1) જંગલમાં રહેતાં પશુ-પક્ષીઓનાં રહેઠાણ તથા ખોરાક છીનવાઈ જાય છે. તેથી મોટા ભાગનાં પશુ-પક્ષીઓનો નાશ થાય છે.
(2) કેટલાય અલભ્ય છોડ અને વૃક્ષોનો નાશ થાય છે.
(3) જંગલમાં રહેતા લોકોનાં રહેઠાણ અને આજીવિકા છીનવાઈ જાય છે.
(4) હવા , પાણી અને જમીન પ્રદૂષિત થાય છે.
(5) પર્યાવરણનું સંતુલન જોખમાય છે.
(6) ગરમી વધે છે અને વરસાદ ઘટે છે … વગેરે જેવી સમસ્યાઓ ઊભી થાય છે.

58. ઓડિશાની નજીક કયો દરિયો આવેલો છે ? 

ઉત્તર : C
(A) અરબ સાગર
(B) પેસિફિક મહાસાગર
(C) બંગાળ નો ઉપસાગર
(D) હિંદ મહીસાગર

59. ભારતના કયા કયા રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે ?
ઉત્તર :
 પં.બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરાલા, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાત વગેરે રાજયની એક બાજુએ દરિયો આવેલો છે.

60. જેમાં ગાઢ જંગલો હોય તેવાં રાજ્યોનાં નામ જણાવો. 

ઉત્તર : અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, સિક્કિમ વગેરે રાજ્યોમાં ગાઢ જંગલો છે.

61. બાળકો ___ માંથી બનાવેલા કપથી પાણી પીતા હતા.
ઉત્તર :
 વાંસ

62. પંચાયતની સભા શા માટે મળવાની હતી ?
ઉત્તર :
 ગામની જમીન કયા પરિવારને ખેતી કરવા કેટલી જમીન આપશે તેની લોટરી કાઢવા ખોલવા માટે પંચાયતની સભા મળવાની હતી.

63. 1 ટીન જમીન એટલે શું ?
ઉત્તર :
 જેના પર 1 ટીન બીજ ઉગાડી શકાય તેટલી જમીનને 1 ટીન જમીન કહે છે.

64. મિઝોરમની આજુબાજુ કયાં રાજયો છે ?
ઉત્તર :
 મિઝોરમની આજુબાજુ ત્રિપુરા , અસમ અને મણિપુર રાજયો આવેલાં છે.

65. ચામુઈએ કહ્યું કે તેઓ ‘ટીન’ એકમનો ઉપયોગ કરી જમીન માપે છે. જમીન માપવાના બીજા કયા એકમો છે ? 

ઉત્તર : જમીન માપવા યાર્ડ, ચોરસ મીટર, ગુંઠા અને વીઘાં, ચોરસ ફૂટ વગેરે એકમો વપરાય છે.

66. વાંસના કપ કોણે બનાવ્યો હશે અને જંગલમાં કેમ મૂક્યા હશે ?
ઉત્તર : 
વાંસના કપ ત્યાંના જંગલમાં રહેતા વનવાસી લોકોએ બનાવ્યા હશે. જંગલમાં આવતા-જતા પ્રવાસીઓને પાણી પીવા માટે તેમણે કપ પાણી આગળ મુક્યા હશે.
67. જંગલો બચાવવા શું કરી શકાય ?
ઉત્તર : 
જંગલો બચાવવા આ પ્રમાણેના ઉપાયો યોજી શકાય:
(1) જંગલમાં કાપવામાં આવેલ વૃક્ષોની જગ્યાએ નવાં વૃક્ષો વાવવાં.
(2) એક જ પ્રકારનાં થોડાં વૃક્ષો કાપવાં અને થોડાં ૨હેવા દેવાં આમ કરવાથી તે વૃક્ષો ફરી તે જગ્યાએ ઉગાડી શકાય.
(3) લાકડાં માટે જંગલનો એક આખો પટ્ટો કાપવાની જગ્યાએ થોડા-થોડા અંતરાલે થોડો – થોડાં વૃક્ષો કાપવાં અને સતત નવાં વૃક્ષો વાવતા જવું.
(4) જંગલમાં લાગતી આગને નિયંત્રિત કરવી.
(5) લાકડાનો ઉપયોગ ઘટાડવો.
(6 ) પર્યટનના માધ્યમથી લોકોમાં જંગલો પ્રત્યેની સભાનતા કેળવવી.
(7) સરકાર દ્વારા વનસંરક્ષણના નિયમો બનાવી તેનું કડક અમલીકરણ કરાવવું .

68. ઝૂમકૃષિ એટલે શું ?
ઉત્તર : 
ઝૂમકૃષિ એ ખેતીની એક એવી પદ્ધતિ છે કે જેમાં એક પાક લીધા પછી, જમીન થોડાં વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે. ત્યાં કશું ઉગાડવામાં આવતું નથી અને વાંસ કે અનિચ્છનીય છોડને જમીનમાંથી કાઢ્યા વગર કાપીને બાળી નાખવામાં આવે છે.જેથી આ રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે.

69. ભારતના કયા ભાગોમાં ઝૂમકૃષિ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે ?
ઉત્તર :
 ભારતના ઉત્તર – પૂર્વીય પર્વતીય ભૂપ્રદેશ અને મિઝોરમ રાજ્યમાં ઝૂમકૃષિ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે.

70. ઝૂમકૃષિમાં અનિચ્છનીય છોડ શા માટે નથી કાઢવામાં આવતા ?
ઉત્તર : 
ઝૂમકૃષિમાં અનિચ્છનીય છોડને જમીનમાંથી કાઢવામાં નથી આવતા. કેમ કે તેઓને કાપી અને બાળી દેવામાં આવે છે. તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે. તેના મૂળ જમીનમાં ભળી જવાથી જમીન ફળદ્રુપ બને છે.

71. તમને ઝૂમકૃષિમાં કઈ બાબત રસપ્રદ લાગી ?
ઉત્તર :
 અમને ઝૂમકૃષિની આ બાબતો રસપ્રદ લાગી :

(1) તેમાં ખેતી માટે જમીન તૈયાર કરવા નકામા છોડ કાઢવામાં નથી આવતા, તેને કાપીને બાળવામાં આવે છે.
(2)બળેલા છોડની રાખથી જમીન ફળદ્રુપ બને છે.
(3) જમીન ખેડવાની જગ્યાએ ખોદવામાં આવે છે.

72. ઝૂમ કૃષિમાં જમીન ખેડવામાં આવે છે . (√ કે X ) 
ઉત્તર : X

73. ઝૂમકૃષિ દ્વારા કયા કયા પાક ઉગાડી શકાય ?
ઉત્તર :
 ઝૂમકૃષિ દ્વારા એક ખેતરમાં મકાઈ, ચોખા, શાકભાજી વગેરે પાક ઉગાડી શકાય છે.

74. મિઝોરમમાં જે પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તે કેવી રીતે ખેતી કરે છે ?

ઉત્તર : જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો બીજા તેઓને મદદ કરે છે અને તેમણે તેઓને ખાવાનું આપવું પડે છે.

75. મિઝોરમમાં ઝુમખેતીનો મુખ્ય પાક ___ છે. 

ઉત્તર : B
(A) મકાઈ
(B) ચોખા
(C) બાજરી
(D) જુવાર

76. ‘ચેરાવ’ નૃત્ય વિશે થોડી માહિતી આપો .
ઉત્તર : 
‘ચેરાવ’ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજાની સામે જમીન પર વાંસની લાકડીઓ રાખી બેસે છે. જેવું નગારું વાગે, વાંસની લાકડીઓ ભીન પર પછાડવામાં આવે છે. નૃત્યકારો વાંસની લાકડી અંદર અને બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે. આ મિઝોરમના લોકોનું લોકનૃત્ય છે જે તેઓ તહેવારોની ઉજવણીમાં કરે છે.

77. મિઝોરમના કેટલા લોકો જંગલો સાથે જોડાયેલા છે ? 

ઉત્તર : C
(A) 1/2
(B) 2/3
(C) 3/4
(D) 1/4

78. મિઝોરમના જંગલમાં વસતા લોકોના લગભગ બધા બાળકો શાળાએ જાય છે. ( √ કે X ) 

ઉત્તર : 

79. ઝૂમકૃષિ અને ભાસ્કરભાઈની ખેતી કરવાની પદ્ધતિમાં શું સરખું અને શું તફાવત છે ?
ઉત્તર : 
ઝૂમકૃષિ અને ભાસ્કરભાઈની ખેતી બંને પદ્ધતિ સજીવ ( જૈવિક ) ખેતીની છે, તે બંને ખેતીમાં તફાવત આ મુજબ છે :

(1) ભાસ્કરભાઈ છોડવાનોનો કચરો જેવો કે સૂકાયેલાં પાંદડાં, ડાળખાં, મૂળ વગેરેનો ખાતર તરીકે ઉપયોગ કરે છે. આ ઉપરાંત ખાતર બનાવવા અને જમીનની ફળદ્રુપતા જાળવવા અળસિયાંનો ઉપયોગ કરે છે. જ્યારે ઝૂમખેતીમાં નકામા ઊગી ગયેલા છોડવાને કાપીને તેને બાળી નાંખવામાં આવે છે. તેનાં મૂળને અંદર જ રહેવા દેવામાં આવે છે. રાખ અને મૂળ જમીનને ફળદ્રુપ બનાવે છે.
(2) ભાસ્કરભાઈ જમીનનાં બીજ વાવતાં પહેલાં જમીનને ખેડે છે જ્યારે ઝૂમખેતીમાં જમીનને ખોદવામાં આવે છે ખેડવામાં નહિ.

80. જંગલોમાં રહેતા લોકો શા માટે મહત્ત્વના છે ? તમારા પોતાના શબ્દોમાં સમજાવો.
ઉત્તર :
 જંગલોમાં રહેતા લોકો જંગલના જેટલા જ મહત્ત્વના છે. જંગલોમાં ઘણા ઔષધિય છોડ થાય છે, તેની જાણકારી અને ઉપયોગ આ લોકોને ખબર હોય છે. જે આપણને ઉપયોગી બને છે. તેઓ જંગલમાંથી તેમની જરૂરિયાત જેટલું જ લે છે અને જંગલનું રક્ષણ પણ કરે છે. તેઓ કુદરતના સાનિધ્યમાં કુદરતને સાચવીને રહે છે. તેને નુકસાન પહોંચાડતા નથી. જંગલો અને તેમાં રહેલ વિવિધ વનસ્પતિ, ફળો, પ્રાણીઓ, પક્ષીઓ, કીટકો વગેરેની માહિતી તેમના દ્વારા જ આપણને પ્રાપ્ત થાય છે. આથી આ લોકો આપણા માટે મહત્ત્વના છે.