- ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યના રચયિતા કોણ છે?
ઉત્તર :નર્મદ2. ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યમાં દક્ષિણમાં……………….મહાદેવ ગુજરાતનું રક્ષણ કરે છે, તેમ કહ્યું છે.
ઉત્તર :કુંતેશ્વર3. ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યમાં ગુજરાતની કઇ કઇ દિશાઓનું ક્યાં ક્યાં દેવી–દેવતા રક્ષણ કરે છે તેમ જણાવ્યું છે?
ઉત્તર : કાવ્યમાં ઉત્તરમાં અંબામાતા, પૂર્વમાં કાળીમાતા, દક્ષિણમાં કુતેશ્વર મહાદેવ અને પશ્ચિમમાં સોમનાથ અને દ્વારકાધીશ ગુજરાતનું રક્ષણ કરે છે તેમ જણાવ્યું છે.4. અંબામાતા : ઉત્તર : : કાળીમાતા : ……………………. .
ઉત્તર : પૂર્વ5. દ્વારકા મંદિર : દેવેભૂમિ દ્વારકા : : પાવાગઢ : …………………….. .
ઉત્તર : મહાકાલીમાતા
- અંબાજી માતાનું પ્રખ્યાત મંદિર …………………..જિલ્લામાં આવેલું છે.
ઉત્તર :બનાસકાંઠા
7. મહાકાળી માતાનું પ્રખ્યાત મંદિર………………….જિલ્લામાં આવેલું છે.
ઉત્તર :પંચમહાલ8. ગબ્બર : અંબેમાતા : : પાવાગઢ : ………………………… .
ઉત્તર : મહાકાળીમાતા - ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યમાં શી વિશેષતા છે?
ઉત્તર :‘જય જય ગરવી ગુજરાત’ કાવ્ય ગુજરાતી ઓળખ અને ગુજરાતનું ગૌરવ વધારનાર ગીત છે. આ કાવ્યમાં ગુજરાત રાજ્યની ભૌગોલિક સ્થિતિ અને વિશિષ્ટતાઓનું વર્ણન ખૂબ જ સંદર રીતે કરવામાં આવ્યું છે.10. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
ઉત્તર :ગુજરાત રાજ્યની સ્થાપના 1લી મે, 1960ના રોજ કરવામાં આવી હતી. - ગુજરાત રાજ્યને આશરે…………………કિમી જેટલો લાંબો દરિયાકિનારો મળ્યો છે.
ઉત્તર :1600
- ગુજરાત…………………જિલ્લાઓને દરિયાની સીમા અડે છે.
ઉત્તર :15
- ગુજરાતનું કુલ ક્ષેત્રફળ………………..ચોરરસ કિલોમીટર છે.
ઉત્તર :1,96,02414. ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના………………% જેટલો છે.
ઉત્તર :5.9715. ગુજરાતના…………………..ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે.
ઉત્તર : ઉત્તર16. ગુજરાતના પાડોશી રાજ્યો જણાવો.
ઉત્તર : રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર17. ……………….ભારતનું એકમાત્ર રાજ્ય છે જે બે અખાત ધરાવે છે.
ઉત્તર : ગુજરાત - ગુજરાતમાં આવેલા બે અખાતનાં નામ જણાવો.
ઉત્તર :ગુજરાતમાં કચ્છનો અખાત અને ખંભાતનો અખાત એમ બે અખાત આવેલા છે.19. ગુજરાતમાં કુલ……………..જિલ્લાઓ છે.
ઉત્તર :33 - પાકિસ્તાનની સરહદ ગુજરાતના ક્યા જિલ્લાને અડે છે?
ઉત્તર :કચ્છ21. ગુજરાતના ક્યા ક્યા જિલ્લા પરથી કર્કવૃત પસાર થાય છે?
ઉત્તર :ગુજરાતના કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા પરથી કર્કવૃત પસાર થાય છે.22. ગુજરાતની નદીઓનાં નામ આપો.
ઉત્તર : ગુજરાતમાં સાબરમતી, મહી, તાપી, નર્મદા, બનાસ, ભાદર, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, ઘેલો, પૂર્ણા, વિશ્વામિત્ર, હિરણ, નાગમતી, ઓઝત, સરસ્વતી, રૂપેણ, મેશ્વો વગેરે નદીઓ વહે છે. - સામાન્ય રીતે નદીઓ……………….ને મળતી હોય છે.
ઉત્તર :સાગર
25. અતં:સ્થ નદીઓ કોને કહે છે?
ઉત્તર :જે નદીઓ સાગરને મળવાને બદલે રણમાં સમાઇ જાય તે નદીઓને અતં:સ્થ નદીઓ કહે છે.26. અતં:સ્થ નદીઓને…………………..પણ કહે છે.
ઉત્તર : કુંવારિકા27. ગુજરાતની અત:સ્થ નદીઓની યાદી બનાવી તેનું અંતિમ સ્થાન લખો.
ઉત્તર : બનાસ, સરસ્વતી અને રૂપેણ ગુજરાતની અંત:સ્થ નદીઓ છે. જે કચ્છના રણમાં સમાઇ જાય છે.28. વણાકબોરી બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?
ઉત્તર : મહી - જોડકાં જોડો :
વિભાગ અ | વિભાગ બ |
1. મહી | 1. સરદાર સરોવર |
2.સાબરમત્તી | 2. દાંતીવાડા |
3. નર્મદા | 3. કડણા |
4. બનાસ | 4. ધરોઇ |
જવાબ |
1. – 3 |
2. – 4 |
3. – 1 |
4. – 2 |
ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર ક્યો છે? તેની ઊંચાઇ જણાવો.
ઉત્તર :બનાસકાંઠા31. નર્મદા જિલ્લામા………………..ની ટેકરીઓ આવેલી છે.
ઉત્તર :રાજપીપળા- કચ્છમાં ક્યા ક્યા ડુંગરો આવેલા છે.
ઉત્તર :કચ્છમાં ધીણોધર, લીલિયો, કાળો ડુંગરો આવેલા છે.
- પારનેરાની ટેકરીઓ ક્યા જિલ્લામાં આવેલી છે?
ઉત્તર :વલસાડ34. સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યો ડુંગર આવેલો છે?
ઉત્તર :ચોટીલો35. જૂનાગઢ જિલ્લામાં………………….પર્વત આવેલો છે.
ઉત્તર : ગિરનાર
- જૂનાગઢ જિલ્લામાં………………….પર્વત આવેલો છે.
ઉત્તર :ગિરનાર
- જોડકાં જોડો :
વિભાગ : અ | વિભાગ : બ |
1. પંચમહાલ | 1. બરડો |
2. દ્વારકા | 2. વિંદ્યાચલ |
3. છોટાઉદેપુર | 3. પાવાગઢ |
4. ડાંગ | 4. સહ્યાદ્રિ |
ઉત્તર |
1. – 3 |
2. – 1 |
3. – 2 |
4. – 4 |
- ગુજરાતમાં આવેલા ડુંગરોના નામ આપો.
ઉત્તર : ગુજરાતમાં આરાસુર, જેસોર, તારંગા, ખેડબ્રહ્મા, પાવાગઢ, વિંદ્યાચલ, સહ્યાદ્રિ, રાજપીપળા, પારનેરા, ગિરનાર, ચોટીલો, બરડો, ધીણોધર, લીલિયો, કાળો ડુંગરો આવેલા છે.38. ગુજરાતમાં ઋયુ અનુસાર કેટલા પાક લેવાય છે?
ઉત્તર :339. ખરીફ પાક કોને કહેવાય ?
ઉત્તર : ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થાય ત્યારે જૂન–જુલાઇથી સપ્ટેમ્બર સુધી જે પાક લેવાય છે. તેને ખરીફ પાક કહેવાય છે.40. રવી પાક કોને કહેવાય ?
ઉત્તર : શિયાળામાં નવેમ્બરથી એપ્રિલ સુધી લેવાતા પાકને રવી પાક કહે છે.41. ઉનાળામાં થતા પાકને……………….પાક કહે છે.
ઉત્તર : જાયદ42. નીચે આપેલા પાકોનું ખરીફ, રવી અને જાયદ વર્ગીકરણ કરો :
(ઘઉં, ચોખા, દીવેલા, ઇસબગુલ, શેરડી, બટાકા, તરબૂચ, મઠ, બાજરી, ઓટ, કાકડી, સોયાબીન)
ઉત્તર :
રવીપાક : ઘઉં, ઇસબગુલ, બટાકા, ઓટ
ખરીફ પાક :દીવેલા, શેરડી, મઠ, બાજરી, સોયાબીન
જાયદ પાક : ચોળા, તરબૂચ, કાકડી43. ગુજરાતમાં થતાં રવી પાકોની યાદી આપો.
ઉત્તર : ગુજરાતમાં મકાઇ, જીરું, ઘઉં, ચણા, રાઇ, ઇસબગુલ, વરિયાળી, ડુંગળી, બટાકા, ઓટ વગેરેની રવી પાક તરીકે ખેતી થાય છે.44. ગુજરાતમાં થતા ખરીફ પાકોનાં નામ જણાવો.
ઉત્તર : ગુજરાતનાં ડાંગર, દીવેલા, કપાસ, તલ, અડદ, શેરડી, સોયાબીન, મગફળી, વરિયાળી, બાજરી, મઠ, મકાઇ, જુવાર, કેપ્સિકમ વગેરે ખરીફ પાકો લેવાય છે.45. ગુજરાતમાં થતા જાયદ પાકોનાં નામ જણાવો.
ઉત્તર : ગુજરાતમાં અડદ, તરબૂચ, ટેટી, કાકડી, રાઇ, જુવાર, બીટ, ડાંગર, મગફળી, ચોળા, ગવાર વગેરે જાયદ પાકોની ખેતી થાય છે.46. નીચેના પાક જે જિલ્લામાં લેવામાં આવતા હોય તેનાં ગમે તે બે નામ લખો :
(1) ઘઉં
ઉત્તર : અમદાવાદ, ભાવનગર
(2) જુવાર
ઉત્તર : તાપી, નર્મદા, સુરત(3) ડાંગર
ઉત્તર : અમદાવાદ, ખેડા(4) બાજરી
ઉત્તર : બનાસકાંઠા, સાબરકાંઠા(5) મગફળી
ઉત્તર : જૂનાગઢ, અમરેલી
(6) કપાસ
ઉત્તર : સુરેન્દ્રનગર, ભરૂચ
(7) શેરડી
ઉત્તર : સુરત, નવસારી(8) કેરી
ઉત્તર : જૂનાગઢ, વલસાડ(9) મકાઇ
ઉત્તર : દાહોદ, પંચમહાલ(10) તમાકુ
ઉત્તર : ખેડા, આણંદ(11) વરિયાળી
ઉત્તર : મહેસાણા, બનાસકાંઠા(12) ડુંગળી
ઉત્તર : ભાવનગર, બોટાદ(13) બટાટા
ઉત્તર : બનાસકાંઠા, ખેડા(14) જીરું
ઉત્તર : મહેસાણા, પાટણ47. ખારેક અને કાજુની ખેતી……………………જિલ્લામાં થાય છે.
ઉત્તર : કચ્છ48. ઇસબગુલની ખેતી……………………જિલ્લામાં થાય છે.
ઉત્તર : મહેસાણા49. ગુજરાતમાં ક્યા ક્યા ઉદ્યોગો વિકસ્યા છે?
ઉત્તર : ગુજરાતમાં સિમેન્ટ, ચિનાઇ, માટી, અકીક, સુતરાઉ કાપડ, હીરા, રાસાયણિક ખાતર, મીઠું, ખાંડ, દવા, મત્સ્ય વગેરે ઉદ્યોગો વિકસ્યા છે.50. ……………………..‘શ્વેત ક્રાંતિ’ના પ્રણેતા છે.
ઉત્તર : ડૉ.વર્ગીસ કુરિયન51. ડૉ.વર્ગીસ કુરિયને……………………..ડેરીની સ્થાપના કરી હતી.
ઉત્તર : અમૂલ52. દુધસાગર ડેરી ક્યા જિલ્લામાં આવેલી છે.
ઉત્તર : મહેસાણા
53. જોડકાં જોડો :
વિભાગ અ | વિભાગ બ |
1. આણંદ | 1. મધર ડેરી |
2. ગાંધીનગર | 2. સૂરસાગર ડેરી |
3. સુરત | 3. અમૂલ ડેરી |
4. સુરેન્દ્રનગર | 4. સુમુલ ડેરી |
ઉત્તર |
1. – 2 |
2. – 1 |
3. – 4 |
4. – 2 |
- ગુજરાતના સિમેન્ટ ઉદ્યોગનાં કેન્દ્રોનાં નામ જણાવો.
ઉત્તર : પોરબંદર, સિક્કા (જામનગર), અમદાવાદ, દ્વારકા, સેવાલિયા, ઓખા, બોટાદ વગેરે સિમેન્ટ ઉદ્યોગનાં કેન્દ્રો છે.55. બે–બે નામ આપો.
(1) સુતરાઉ કાપડ ઉદ્યોગનાં કેન્દ્રો
ઉત્તર : અમદાવાદ, જામનગર(2) દવા ઉદ્યોગનાં કેન્દ્રો
ઉત્તર : વડોદરા, અમદાવાદ, જામનગર(3) હીરા ઉદ્યોગનાં કેન્દ્રો
ઉત્તર : સુરત, ભાવનગર(4) ચિનાઇ માટી ઉદ્યોગ કેન્દ્રો
ઉત્તર :મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા
(5) લિગ્નાઇટના ઉત્પાદક પ્રદેશો
ઉત્તર :પંચમહાલ, દાહોદ, કચ્છ(6) ડોલોમાઇટના ઉત્પાદક પ્રદેશો
ઉત્તર : ગીર, સોમનાથ, સુરત, છોટા ઉદેપુર(7) ખનીજતેલ ઉત્પાદક પ્રદેશો
ઉત્તર : મહેસાણા, ભરૂચ
56. બનાસકાંઠામાંથી કઇ કઇ ખનીજ પ્રાપ્ત થાય છે.
ઉત્તર : બનાસકાંઠામાંથી તાંબું, સીસું, જસત જેવી ખનીજો પ્રાપ્ત થાય છે. - અકીક ઉદ્યોગોનાં કેન્દ્રો જણાવો.
ઉત્તર :જામનગર, મહેસાણા, આણંદ અકીક ઉદ્યોગોનાં કેન્દ્રો છે.58. મૅગેનિઝ………………………જિલ્લામાંથી મળે છે.
ઉત્તર : પંચમહાલ
59. એસ્બેસ્ટોસ અહીંથી મળે છે………………..
ઉત્તર :ભરૂચ, અરવલ્લી60. ગુજરાતનાં ઐતિહાસિક જોવાલાયક સ્થળોનાં નામ લખો.
ઉત્તર : ગુજરાતમાં સીદી સૈયદની જાળી, સાબરમતી આશ્રમ, શાહઆલમ રોજા, સરખેજનો રોજો, ઝૂલતા મિનારા, અડાલકની વાવ, રાણકી વાવ, ઉપરકોટનો કિલ્લો, ચાંપાનેરનો કિલ્લો, સહસ્ત્રલિંગ તળાવ વગેરે જેવાં ઐતિહાસિક જોવાલાયક સ્થળો આવેલાં છે.61. ………………………ગુજરાતનું એક માત્ર ગિરિમથક છે.
ઉત્તર : સાપુતારા62. સાપુતારાની સમુદ્રની લગભગ ……………………..મીટરની ઉંચાઇએ આવેલું છે.
ઉત્તર : 100063. ગુજરાતમાં આવેલાં ધાર્મિક સ્થળોનાં નામ આપો.
ઉત્તર : ગુજરાતમાં અંબાજી, પાવાગઢ, ખેડબ્રહ્મા, દ્વારકા, પાલિતાણા, સોમનાથ, મોઢેરા, જામામસ્જિદ, કોટેશ્વર મહાદેવ, હાજીપીરની દરગાહ વગેરે ધાર્મિક સ્થળો આવેલા છે. - સિંહનું અભયારણ્ય ક્યાં આવેલું છે.
ઉત્તર : સિંહનું અભયારણ્ય જૂનાગઢ જિલ્લાના ગીરમાં આવેલું છે.65. ગુજરાતમાં ક્યા ક્યા સમુદ્વતટ ફરવા માટે જાણીતા છે?
ઉત્તર :ગુજરાતમાં આવેલ માંડવી, ડુમ્મસ, ઉભરાટ, તીથલ વગેરે સમુદ્વતટ ફરવા માટે જાણીતા છે.66. ગુજરાતમાં ક્યાં સ્થળોનો પ્રવાસી સ્થળો તરીકે વિકાસ કરવામાં આવ્યો છે?
ઉત્તર : ગુજરાતમાં કાંકરિયા તળાવ, ગાંધી આશ્રમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ વગેરેનો પ્રવાસી સ્થળો તરીકે વિકાસ કરવામાં આવ્યો છે.67. ઘુડતરનું અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે?
ઉત્તર :કચ્છ68. ભાવનગરમાં ક્યું યાત્રાસ્થળ આવેલું છે?
ઉત્તર : પાલિતાણા69. ડાકોર ક્યા જિલ્લામાં આવેલું ધાર્મિક સ્થળ છે?
ઉત્તર : ખેડા - સ્ટેચ્યૂ ઓફ યુનિટી ક્યા જિલ્લામાં આવેલું છે?
ઉત્તર :નર્મદા71. કચ્છમાં આવેલાં જાણીતાં ધાર્મિક સ્થળોનાં નામ લખો.
ઉત્તર : કોટેશ્વર, હાજીપીર, માતાનો મઢ. - તારંગાનું તીર્થસ્થાન………………….જિલ્લામાં આવેલું છે.
ઉત્તર :મહેસાણા73. પક્ષીઓ માટે જાણીતું અભયારણ્ય : ……………………… .
ઉત્તર : નળસરોવર74. મોઢેરા : મહેસાણા : : ચાંપાનેરનો કિલ્લો : ………………………. .
ઉત્તર : પંચમહાલ