સમજ
આ માપદંડ હેઠળ સત્રાંત કસોટી બાદ જીસીઇઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની માર્ગદર્શિકાના ફોર્મેટ-C માં નોંધવામાં આવેલા વિદ્યાર્થીઓના ગુણની ચકાસણી કરવામાં આવશે. આ માટે વર્ગના ઓછામાં ઓછા ૫ વિદ્યાર્થીઓની ઉત્તરવહીના ગુણ અને ફોર્મેટ-Cમાં નોંધવામાં આવેલા ગુણની તુલના કરવામાં આવે છે.
ઈન્ડીકેટર
1 વિદ્યાર્થીઓની ઉત્તરવહીના ગુણ અને ફોર્મેટ -Cના ગુણ એક સમાન છે.
2 ફોર્મેટ-Cના ગુણ અને ઓનલાઈન એન્ટ્રી કરેલા ગુણ સમાન છે.
માપદંડ
માર્ક | પરિણામ પત્રકમાં ઉત્તરવહી મૂજબનું જ ગુણાંકન દર્શાવેલ છે. |
5 | તમામ પરિણામ પત્રકમાં ઉત્તરવહી મૂજબનું જ ગુણાંકન દર્શાવેલ છે. |
4 | મોટા ભાગના પરિણામ પત્રકમાં ઉત્તરવહી મૂજબનું જ ગુણાંકન દર્શાવેલ છે. |
3 | અડધાથી વધુ પરિણામ પત્રકમાં ઉત્તરવહી મૂજબનું જ ગુણાંકન દર્શાવેલ છે. |
2 | અડધાથી ઓછા પરિણામ પત્રકમાં ઉત્તરવહી મૂજબનું જ ગુણાંકન દર્શાવેલ છે. |
1 | થોડાક જ પરિણામ પત્રકમાં ઉત્તરવહી મૂજબનું જ ગુણાંકન દર્શાવેલ છે. |
0 | એક પણ પરિણામ પત્રકમાં ઉત્તરવહી મૂજબનું જ ગુણાંકન દર્શાવેલ નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
સત્રાંત કસોટીની ઉતરવહીની પ્રત્યક્ષ ચકાસણી
પત્રક C ની ચકાસણી