સમજ
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધો, શિક્ષક દ્વારા વિદ્યાર્થીનો સ્વીકાર વગેરે જેવી બાબતો વિદ્યાર્થીના વર્ગખંડ વ્યવહારોને જીવંત બનાવે છે. શિક્ષકના વ્યવહાર થકી વિદ્યાર્થી અધ્યયનની પ્રક્રિયામાં જોડાવા માટે તૈયાર થાય છે. આ બાબતોની ચકાસણી સદર માપદંડ હેઠળ કરવાનો પ્રકલ્પ અત્રે રાખેલ છે. જેમાં શિક્ષક વિદ્યાર્થીઓને નામથી બોલાવે છે કે કેમ, વિદ્યાર્થીઓ વિના સંકોચ શિક્ષકને પ્રશ્નો પૂછી શકે છે કે કેમ તેમજ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને શિક્ષક મદદ કરે છે કે કેમ તેની ચકાસણી કરવાનો હેતુ છે.
ઈન્ડીકેટર
1 શિક્ષક પ્રત્યેક વિદ્યાર્થીને નામ / યોગ્ય સંબોધનથી બોલાવે છે.
2વિદ્યાર્થીઓ શિક્ષકને ડર કે સંકોચ વિના પ્રશ્નો પૂછે છે.
૩ જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપે છે.
માપદંડ
માર્ક | વર્ગખંડમાં શિક્ષકનોવિદ્યાર્થીઓ સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર જોવા મળે છે. |
5 | તમામ વર્ગખંડમાં શિક્ષકનો વિદ્યાર્થીઓ સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર જોવા મળે છે. |
4 | મોટા ભાગનાવર્ગખંડમાં શિક્ષકનો વિદ્યાર્થીઓ સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર જોવા મળે છે. |
3 | અડધાથી વધુ વર્ગખંડમાં શિક્ષકનો વિદ્યાર્થીઓ સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર જોવા મળે છે. |
2 | અડધાથી ઓછા વર્ગખંડમાં શિક્ષકનો વિદ્યાર્થીઓ સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર જોવા મળે છે. |
1 | થોડાક જ વર્ગખંડમાં શિક્ષકનો વિદ્યાર્થીઓ સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર જોવા મળે છે. |
0 | એક પણ વર્ગખંડમાં શિક્ષકનો વિદ્યાર્થીઓ સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર જોવા મળતા નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
વર્ગખંડ અવલોકન દરમિયાન જરૂર જણાય તેવા તમામ પ્રકારના પુરાવા
વિડીયો