સમજ
પ્રેરણાએ વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રક્રિયામાં સામેલગીરી વધારવામાં ઉદ્દીપકની ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા માટે શિક્ષક દ્વારા કરવામાં આવતા પ્રયત્નોની ચકાસણી અત્રે કરવાનો પ્રકલ્પ રાખવામાં આવ્યો છે.
ઈન્ડીકેટર
1 શિક્ષક વિદ્યાર્થીને વર્ગખંડ પ્રક્રિયામાં જોડાવા માટે પ્રોત્સાહન આપે છે.
2 શિક્ષક વિદ્યાર્થીઓના પ્રયત્નોને બિરદાવે છે.
3 શિક્ષક વર્ગ સમક્ષ વિદ્યાર્થીઓની સિદ્ધીને બિરદાવે છે.
માપદંડ
માર્ક | શાળામાં વર્ગકાર્ય દરમિયાન શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રેરણા આપેછે. |
5 | તમામ શિક્ષક વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે. |
4 | મોટા ભાગના શિક્ષક વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે. |
3 | અડધાથી વધુ શિક્ષક વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે. |
2 | અડધાથી ઓછા શિક્ષક વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે. |
1 | થોડાક જ શિક્ષક વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે. |
0 | એક પણ શિક્ષક વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
વર્ગખંડ અવલોકન દરમિયાન જરૂર જણાય તેવા તમામ પ્રકારના પુરાવા