સમજ
શિક્ષણની પ્રક્રિયાનો સફળતાનો આધાર તે માટે કરવામાં આવતા સુચારુ આયોજન પર છે. શિક્ષક પોતાના અનુભવો અને અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓની જાણકારી થકી વર્ગખંડની પ્રક્રિયાઓનું દૈનિક આયોજન કરતા હોય છે. આ આયોજનની સાથોસાથ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રક્રિયાઓમાં કેવી રીતે સંમિલિત કરી શકાય તે બાબતો પણ વિચારેલ હોય છે. વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી શક્ય બને તો જ અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓ હાંસલ કરવાની શક્યતાઓમાં વધારો થતો હોય છે જેથી શિક્ષકની સજ્જતાની ચકાસણી સદર માપદંડ હેઠળ કરવાનો પ્રકલ્પ અત્રે રાખવામાં આવેલ છે.
ઈન્ડીકેટર
1 શિક્ષક દ્વારા દૈનિક નોંધપોથીમાં અધ્યયન નિષ્પત્તિ કેન્દ્રી અધ્યાપન કાર્ય માટેનું આયોજન કરેલ છે.
2 શિક્ષકની દૈનિક નોંધપોથીમાં કરવામાં આવેલ આયોજનને આચાર્ય દ્વારા ચકાસાયેલ છે.
3 શિક્ષક તાસની શરૂઆતમાં વિદ્યાર્થીઓને અધ્યયન માટે તત્પર બનાવવા પ્રયાસ કરે છે.
4 શિક્ષક તાસની શરૂઆત વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનનો આધાર લઈને કરે છે.
5 તાસની શરૂઆતમાં શિક્ષક વિદ્યાર્થીઓ તે તાસમાં શું શીખવાના છે તેના વિશે વાત કરે છે.
6 શિક્ષક વર્ગખંડમાં જેતે તાસ માટેની જરૂરી તમામ શૈક્ષણિક સાધન સામગ્રીની હાજરી સુનિશ્ચિત કરે છે.
માપદંડ
માર્ક | શિક્ષક વિદ્યાર્થીઓને અધ્યાપન પ્રક્રિયામાં સાંકળવા માટેની પૂ ર્વતૈયારીરૂપ ઉચિત સંસાધનો, પાઠ્યપુસ્તકો તત્પરતા પ્રવૃત્તિઓ તૈયાર રાખે તેઆવકાર્ય છે. |
5 | તમામ શિક્ષક વિદ્યાર્થીઓને અધ્યાપન પ્રક્રિયામાં સાંકળવા માટે ઉચિત સંસાધનો પાઠ્યપુસ્તકો તત્પરતા પ્રવૃત્તિઓ તૈયાર રાખે છે |
4 | મોટા ભાગના શિક્ષકો વિદ્યાર્થીઓને અધ્યાપન પ્રક્રિયામાં સાંકળવા માટે ઉચિત સંસાધનો, પાઠ્યપુસ્તકો તત્પરતા પ્રવૃત્તિઓ તૈયાર રાખે છે |
3 | અડધાથી વધુ શિક્ષકો વિદ્યાર્થીઓને અધ્યાપન પ્રક્રિયામાં સાંકળવા માટે ઉચિત સંસાધનો, પાઠ્યપુસ્તકો તત્પરતા પ્રવૃત્તિઓ તૈયાર રાખે છે |
2 | અડધાથી ઓછા શિક્ષકો વિદ્યાર્થીઓને અધ્યાપન પ્રક્રિયામાં સાંકળવા માટે ઉચિત સંસાધનો, પાઠ્યપુસ્તકો તત્પરતા પ્રવૃત્તિઓ તૈયાર રાખે છે |
1 | થોડાક જ શિક્ષકો વિદ્યાર્થીઓને અધ્યાપન પ્રક્રિયામાં સાંકળવા માટે ઉચિત સંસાધનો પાઠ્યપુસ્તકો તત્પરતા પ્રવૃત્તિઓ તૈયાર રાખે છે |
0 | એક પણ શિક્ષક વિદ્યાર્થીઓને અધ્યાપન પ્રક્રિયામાં સાંકળવા માટે ઉચિત સંસાધનો પાઠ્યપુસ્તકો તત્પરતા પ્રવૃત્તિઓ તૈયાર રાખતા નથી |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
વર્ગખંડ અવલોકન દરમિયાન જરૂર જણાય તેવા તમામ પ્રકારના પુરાવા