સમજ
શિક્ષક દ્વારા કરવામાં આવેલ પૂર્વ આયોજનને તે વર્ગખંડમાં અમલમાં મૂકે છે. શૈક્ષણિક પ્રક્રિયાઓને વધુ બહેતર બનાવવા માટે વિવિધ શૈક્ષણિક સાધનોનો વર્ગખંડમાં ઉપયોગ કરે છે અને અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ અર્થે વિવિધ અધ્યાપન પદ્ધતિઓ અને પ્રવિધિઓ અજમાવે છે. શિક્ષકના આ પ્રયત્નોની ચકાસણી સદર માપદંડ હેઠળ કરવાનો પ્રકલ્પ અત્રે રાખવામાં આવેલો છે.
ઈન્ડીકેટર
1 શિક્ષક અધ્યયન નિષ્પતિ અનુસાર તૈયાર કરેલ શૈક્ષણિક આયોજનનો અમલ કરે છે.
2 વર્ગખંડમાં અધ્યયન નિષ્પતિને અનુરૂપ અધ્યયન – અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.
3 અધ્યયન નિષ્પતિને અનુરૂપ અધ્યયન – અધ્યાપન પદ્ધતિનો ઉપયોગ થાય છે.
4 આચાર્ય દ્વારા વર્ગખંડ નિરીક્ષણની લોગ બુક નિભાવવામાં આવે છે.
માપદંડ
માર્ક | શિક્ષકો અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખી શિક્ષણકાર્ય કરાવે છે. |
5 | તમામ શિક્ષકો અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખી શિક્ષણકાર્ય કરાવે છે. |
4 | મોટા ભાગના શિક્ષકો અધ્યયન નિષ્પત્તિઓનેધ્યાનમાં રાખી શિક્ષણ કાર્ય કરાવે છે. |
3 | અડધાથી વધુ શિક્ષકો અધ્યયન નિષ્પત્તિઓનેધ્યાનમાં રાખી શિક્ષણ કાર્ય કરાવે છે. |
2 | અડધાથી ઓછા શિક્ષકો અધ્યયન નિષ્પત્તિઓનેધ્યાનમાં રાખી શિક્ષણ કાર્ય કરાવે છે. |
1 | થોડાક જ શિક્ષકો અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાંરાખી શિક્ષણ કાર્ય કરાવે છે. |
0 | એક પણ શિક્ષક અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાંરાખી શિક્ષણ કાર્ય કરાવતા નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
વર્ગખંડ અવલોકન દરમિયાન જરૂર જણાય તેવા તમામ પ્રકારના પુરાવા