સમજ
સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વિભાવના અનુસાર વિદ્યાર્થીઓ જે તે શૈક્ષણિક હેતુને અનુલક્ષીને અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરી રહ્યા છે કે કેમ ? તેનું તત્કાલીન આકલન થવું જરૂરી છે. વર્ગખંડ પ્રક્રિયાને અંતે શિક્ષક દ્વારા વિવિધ પ્રવિધિઓ અપનાવી એ જાણકારી મેળવવામાં આવે છે કે શૈક્ષણિક પ્રક્રિયાની નીપજ શું રહી. આ માટે જીસીઇઆરટી દ્વારા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની નીતિ અંતર્ગત રચનાત્મક મૂલ્યાંકન માટેનું ફોર્મેટ – તૈયાર કરેલ છે. આ ફોર્મેટ -A અનુસાર શિક્ષક દ્વારા કેવી પ્રવિધિ અપનાવાય છે તે આ માપદંડ હેઠળ ચકાસવાનો પ્રકલ્પ અત્રે રાખવામાં આવેલો છે.
ઈન્ડીકેટર
1 શિક્ષક દ્વારા સતત અને સર્વગ્રાહી મૂ લ્યાંકનનું ફોર્મેટ -A નિભાવવામાં આવે છે.
2 સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનાં ફોર્મેટ -Aમાં અધ્યયનના હેતુઓ દર્શાવેલ છે.
3 ફોર્મેટ -A પરથી જોઇ શકાય છે કે નિયમિત રીતે વિદ્યાર્થીઓનું આકલન થાય છે.
4 તાસના અંતે શીખેલા મુદ્દાઓનું આકલન (Assessment) કરવામાં આવે છે.
5 શિક્ષકો અધ્યયનને સુધારવા માટે વિદ્યાર્થીઓને પ્રતિપોષણ આપે છે.
માપદંડ
માર્ક | શિક્ષકો વિદ્યાર્થીઓનું યોગ્ય રચનાત્મક મૂલ્યાંકન કરે છે. |
5 | તમામ શિક્ષકો વિદ્યાર્થીઓનું યોગ્ય રચનાત્મક મૂલ્યાંકન કરેછે. |
4 | મોટા ભાગના શિક્ષકો વિદ્યાર્થીઓનું યોગ્ય રચનાત્મક મૂલ્યાંકન કરે છે. |
3 | અડધાથી વધુ શિક્ષકો વિદ્યાર્થીઓનું યોગ્ય રચનાત્મક મૂલ્યાંકન કરે છે. |
2 | અડધાથી ઓછા શિક્ષકો વિદ્યાર્થીઓનું યોગ્ય રચનાત્મક મૂલ્યાંકન કરે છે. |
1 | થોડાક જ શિક્ષકો વિદ્યાર્થીઓનું યોગ્ય રચનાત્મક મૂલ્યાંકન કરે છે. |
0 | એક પણ શિક્ષક વિદ્યાર્થીઓનું યોગ્ય રચનાત્મક મૂલ્યાંકન કરતા નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
વર્ગખંડ અવલોકન દરમિયાન જરૂર જણાય તેવા તમામ પ્રકારના પુરાવા