સમજ
શિક્ષણની પ્રક્રિયાનો બીજો એક આયામ છે શૈક્ષણિક પ્રક્રિયાઓમાં તમામની સમાન ભાગીદારી. શિક્ષક વર્ગખંડ શિક્ષણ દરમિયાન તમામ વિદ્યાર્થીઓને અધ્યયન માટે પ્રેરિત કરે, અધ્યયનમાં સામેલ કરે અને સૌની સિદ્ધિ શક્ય બનાવી શકાય. જેથી શિક્ષકના તમામ વિદ્યાર્થીઓને અધ્યયનની પ્રક્રિયામાં સામેલગીરી કરવા બાબતની ચકાસણી આ માપદંડ હેઠળ કરવાનો પ્રકલ્પ રાખવામાં આવેલો છે.
ઈન્ડીકેટર
1 વર્ગખંડ કાર્યમાં કુમારો અને કન્યાઓની સપ્રમાણ ભાગીદારી જોવા મળે છે. (લાગુ પડતું હોય તેવી શાળાઓમાં)
2 વર્ગખંડ કાર્યમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા (CWSN) વિદ્યાર્થીઓની ભાગીદારી માટે પ્રયત્ન કરવામાં આવે છે.
3 શિક્ષક વર્ગખંડ કાર્યપ્રવૃત્તિમાં તમામ વિદ્યાર્થીઓને જોડવા પ્રયત્ન કરે છે.
4 વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાથીઓ (CWSN) માટે વિશિષ્ટ શિક્ષક (Special Teacher) શાળાની મુલાકાત લે છે
માપદંડ
માર્ક | શિક્ષકો વિદ્યાર્થીઓને અધ્યયન માટે સમાન તક આપે છે. |
5 | તમામ શિક્ષકો વિદ્યાર્થીઓને અધ્યયન માટે સમાન તક આપે છે. |
4 | મોટા ભાગના શિક્ષકો વિદ્યાર્થીઓને અધ્યયન માટે સમાન તક આપે છે. |
3 | અડધાથી વધુ શિક્ષકો વિદ્યાર્થીઓને અધ્યયન માટે સમાન તક આપે છે |
2 | અડધાથી ઓછા શિક્ષકો વિદ્યાર્થીઓને અધ્યયન માટે સમાન તક આપે છે. |
1 | થોડાક જ શિક્ષકો વિદ્યાર્થીઓને અધ્યયન માટે સમાન તક આપે છે. |
0 | એક પણ શિક્ષક વિદ્યાર્થીઓને અધ્યયન સમાન તક આપતા નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
વર્ગખંડ અવલોકન દરમિયાન જરૂર જણાય તેવા તમામ પ્રકારના પુરાવા