સમજ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી ઓનલાઇન લેવામાં આવે છે. ઓનલાઇન હાજરીનો મુળભૂત હેતુ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની શાળામાં હાજરી સુનિશ્ચિત કરવાનો છે. આ પેટાક્ષેત્રને ચકાસવા સંદર્ભે કુલ બે માપદંડો રચવામાં આવેલ છે જેની મદદથી એ જાણી શકાશે કે હાજરી અંતર્ગત વિચારવામાં આવેલ બાબતોનું શાળામાં યોગ્ય રીતે અમલીકરણ થઇ રહ્યું છે કે કેમ?
માપદંડ
1. શાળાની સરેરાશ હાજરી
2. જિલ્લાની સરેરાશ હાજરીના સંદર્ભે શાળાની હાજરી
ઉક્ત માપદંડ અંતર્ગત માહિતી સમગ્ર શિક્ષા અભિયાનના પોર્ટલ પરથી સીધે સીધે મળતી હોઇ સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા આ બાબતે કોઇ ચકાસણી કરવાની રહેતી નથી.
આ માપદંડોને અનુરૂપ પ્રત્યેક માપદંડ દીઠ નીચે મુજબના મુદ્દા નિયત કરવામાં આવ્યા છે
માપદંડ-1 : શાળાની સરેરાશ હાજરી
આ માપદંડ હેઠળ સમગ્ર (સર્વ) શિક્ષા અભિયાનના પોર્ટલ પર ઉપલબ્ધ છેલ્લા બે માસ અથવા છેલ્લા સેમેસ્ટરની સરાસરી હાજરી અત્રે ગણતરીમાં લેવામાં આવશે; જેમાં વિદ્યાર્થીઓની હાજરીને આવરી લેવામાં આવશે.
માપદંડ-2 : જિલ્લાની સરેરાશ હાજરીના સંદર્ભે શાળાની હાજરી
આ માપદંડ હેઠળ સમગ્ર (સર્વ) શિક્ષા અભિયાનના પોર્ટલ પર ઉપલબ્ધ છેલ્લા બે માસ અથવા સેમેસ્ટરની સરાસરી હાજરી સાથે જિલ્લાની છેલ્લા બે માસ અથવા સેમેસ્ટરની સરાસરી હાજરી સાથે તુલના કરવામાં આવશે. ઉક્ત ને માપદંડોની ચકાસણી કરતા નીચે મુજબના નિર્ણયો લઇ શકશે.
માપદંડ
– | આ માપદંડ હેઠળ સમગ્ર (સર્વ) શિક્ષા અભિયાનના પોર્ટલ પર ઉપલબ્ધ છેલ્લા બે માસની સરાસરી હાજરીને અત્રે ગણતરીમાં લેવામાં આવશે. |
માર્ક | જિલ્લાની સરેરાશ હાજરીના સંદર્ભે શાળાની હાજરીનું સ્તરનું પ્રમાણ |
5 | છેલ્લા બે માસની શાળાની સરેરાશ હાજરી જિલ્લાની હાજરી કરતા 10% વધારે છે. |
4 | છેલ્લા બે માસની શાળાની સરેરાશ હાજરી જિલ્લાની હાજરી કરતા 5 થી 10% વધારે છે. |
3 | છેલ્લા બે માસની શાળાની સરેરાશ હાજરી જિલ્લાની હાજરી કરતા 1 થી 5 % વધારે છે. |
2 | છેલ્લા બે માસની શાળાની સરેરાશ હાજરી જિલ્લાની હાજરી જેટલી જ છે. |
1 | છેલ્લા બે માસની શાળાની સરેરાશ હાજરી જિલ્લાની હાજરી કરતા 1 થી 5 % ઓછી છે. |
0 | છેલ્લા બે માસની શાળાની સરેરાશ હાજરી જિલ્લાની હાજરી કરતા 5 % થી ઓછી છે. |