સમજ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં એકમ કસોટી લેવામાં આવે છે. આ એકમ કસોટી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિપદ, ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવે છે. પ્રત્યેક શનિવારે જે તે ધોરણ અને વિષયને અનુરૂપ ૨૫ ગુણની આ કસોટી શાળા કક્ષાએ લેવામાં આવે છે. એકમ કસોટી લેવા પાછળનો મુખ્ય હેતુ આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરવાની થતી અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિને જાણવા માટેનો છે. ઉપરાંત જ્યાં કચાશ જણાય છે તે વિદ્યાર્થીઓની કચાશ દૂર કરી શકાય તે માટે ઉપચારાત્મક શિક્ષણને પણ સઘન અને સફળતા બક્ષવાનો છે. આ પેટાક્ષેત્રને ચકાસવા સંદર્ભે એકમ કસોટીની પ્રક્રિયાને ધ્યાને રાખી કુલ ૬ માપદંડો રચવામાં આવેલા છે. આ છ માપદંડોના આધારે તૈયાર કરવામાં આવેલ ઈન્ડીકેટરની મદદથી એ જાણી શકાશે કે એકમ કસોટીનું શાળામાં યોગ્ય રીતે અમલીકરણ થઈ રહ્યું છે કે કેમ ? આ ૬ માપદંડને તેની સામે આપેલાં વિધાનો જેને આપણે ઇંડીકેટર્સ કહીએ છીએ તેના આધારે મૂલવવામાં આવે છે.
પેટાક્ષેત્ર-૧ એકમ કસોટી
પેટાક્ષેત્ર -એકમ કસોટી – માપદંડો –
૧. એકમ કસોટીની આન્સર બુકલેટમાં વિદ્યાર્થીઓના જવાબો
૨.એકમ કસોટીની આન્સર બુકલેટની ચકાસણી
૩. એકમ કસોટીની આન્સર બુકલેટમાં શિક્ષકોની ટિપ્પણીઓ
૪. ઉપચારાત્મક કાર્ય
૫. વાલીઓને જાણ
૬. એકમ કસોટીમાં સરેરાશ ગુણ
ઉક્ત માપદંડ ચકાસવા સંદર્ભે નીચે મુજબની બાબતો ધ્યાનમાં લેવામાં આવેછે.
• સ્કૂલ ઇન્સ્પેકટર દ્વારા જે વર્ગની મુલાકાત લેવાની થાય તે વર્ગના કુલ વિદ્યાર્થીઓના ઓછામાં ઓછા ૨૦% વિદ્યાર્થીઓની. એકમ કસોટીની બુકલેટ ઉત્તરવહી ચકાસવામાં આવે છે. જે વર્ગમાં ૨૦ કરતાં ઓછા વિદ્યાર્થીઓ છે ત્યાં ઓછામાં ઓછા ૫ વિદ્યાર્થીઓની એકમ કસોટીની બુકલેટઉત્તરવહી ચકાસવામાં આવે છે.
શાળા મુલાકાત લેવાઈ હોય તેના અગાઉના શનિવાર સુધી જે એકમ કસોટી લેવામાં આવી હોય તેની ચકાસણી અત્રે કરવામાં આવે છે.
• એકમ કસોટી ચકાસતાં જો વિદ્યાર્થીઓના જવાબ શિક્ષકે લખાવેલ છે તેવું જણાય તો સમગ્ર માપદંડનું મૂલ્યાંકન કરવામાં આવતું નથી. આ પેટાક્ષેત્રના ગુણ શૂન્ય કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં ત્રણ કે ચાર વિદ્યાર્થીઓની એકમ કસોટીના ત્રણ કે ચાર પેઇજના ફોટોગ્રાફ્સ લઈ અપલોડ કરવામાં આવે છે જેની રાજ્ય કક્ષાએ ચકાસણી કરવામાં આવે છે.
• પસંદ કરેલા વિદ્યાર્થીઓની એકમ કસોટીની ચકાસણી કરતી વખતે જે બાબત જોવા મળે ત્યાં ‘ખરા’ ની નિશાની કરવામાં આવે છે. જે વર્ગખંડમાં જે વિષય અંતર્ગત માપદંડની બાબતો ચકાસતાં કોઇ બાબત જોવા ન મળે એટલે કે મોટાભાગના વિદ્યાર્થીઓમાં એ બાબત જોવા મળતી નથી ત્યારે જે તે ખાનામાં ‘ખરા’ની નિશાની કરવામાં આવે છે.
♦ વધુમાં શાળા મુલાકાત સમયે કોઈ એક કે વધુ વિષયની એકમ કસોટી હજુ લેવાયેલ નથી એટલે કે રાજ્ય કક્ષાએથી હજુ આયોજન કરવામાં આવેલ નથી તેવા વિષયના ખાનામાં ‘ખરા’ નિશાની કરવામાં આવે છે. જે તે ધોરણમાં લાગું પડતા ન હોય તેવા વિષયના ખાનામાં કોઈ નોંધ ક૨વામાં આવતી નથી.
• ધોરણની પસંદગીમાં ધોરણ ૧ અને ૨માંથી કોઈ એક; ધોરણ ૩, ૪ અને ૫ માંથી કોઈ એક તેમજ ધોરણ ૬, ૭ અને ૮ માંથી કોઈ એક ધોરણ પસંદ કરવામાં આવે છે. આ માપદંડોને ચકાસવા માટે પ્રત્યેક માપદંડ દીઠ કોષ્ટક મુજબનાં વિધાનો નિયત કરવામાં આવ્યા છે.
વિડીયો