સમજ
પેટાક્ષેત્ર-૨ યોગ, વ્યાયામ અને રમત-ગમત
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોગ, વ્યાયામ અને રમત-ગમતની ભૂમિકા અત્યંત અગત્યની છે. શાળાના નિયમિત પ્રાર્થના કાર્યક્રમમાં યોગને અગત્યનો ભાગ ગણવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને પૂરતો વ્યાયામ પ્રાપ્ત થાય તે માટે શનિવારે વ્યાયામનો ખાસ તાસ આયોજિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ રમત-ગમતના ક્ષેત્રમાં કૌશલ્યો હાંસલ કરે અને રમત-ગમત ક્ષેત્રમાં પણ યોગ્ય દેખાવ કરે તે માટે રમત-ગમત ક્ષેત્રમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પોતાનું કૌતુક પ્રદર્શિત કરવાની તક રાજય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ તમામ તકોના ક્ષેત્રોમાં શાળાનો દેખાવ કેવો છે તેની વિગતો આ પેટાક્ષેત્ર હેઠળ ચકાસવાનો પ્રકલ્પ છે.
ઈન્ડીકેટર
1 | શાળાનાં વિદ્યાર્થીઓ યોગિક ક્રિયાઓમાં ભાગીદારી |
2 | શાળાનાં વિદ્યાર્થીઓની રમતોત્સવ અથવા ખેલ મહાકુંભમાં રાજ્ય/ જિલ્લા/તાલુકા/ ક્લસ્ટર કક્ષાએ સામેલગીરી |
3 | શાળામાં સમૂહ કવાયતની નિયમિતતા |
4 | દરેક ધોરણનાં વિદ્યાર્થીઓને રમત-ગમત અને વ્યાયામની નિયમિત તક મળે છે. |
5 | રમતગમતની દરેક પ્રવૃત્તિમાં કન્યાઓની સપ્રમાણ ભાગીદારી |