માપદંડ
માર્ક | રમતગમતની દરેક પ્રવૃત્તિમાં કન્યાઓની સપ્રમાણ ભાગીદારી હોય છે. (શાળામાં રમાતી બધી જ રમતો કુમાર અને કન્યા બંને રમતા હોય તો ઉત્તમ ગણાય દા.ત., કબડ્ડી અને ક્રિકેટ માત્ર કુમાર રમતા હોય અને લંગડી, દોરડા કૂદ જેવી રમતો માત્ર કન્યાઓ રમતી હોય તો તે યોગ્ય ન ગણાય કુમાર રમતા હોય તેવી તમામ રમતો કન્યાઓને પણ રમાડવામાં આવતી હોય તો જ ઉત્તમ ગણાય.) |
5 | શાળામાં રમાતી બધી જ રમતો માટે કુમાર તેમજ કન્યાઓની સંપ્રમાણ ભાગીદારી હોય |
4 | શાળામાં રમાતી મોટા ભાગની રમતોમાં કુમાર તેમજ કન્યાઓની સપ્રમાણ ભાગીદારી હોય છે. |
3 | કેટલીક રમતોમાં કુમાર અને કન્યા સાથે રમે છે પરંતુ કેટલીક રમતો અલગ અલગ રમે |
2 | શાળામાં કુમાર તેમને લગતી રમતો રમે છે. ત્યારે કન્યાઓ તેમને લગતી રમતો રમે છે |
1 | કન્યાઓને કોઈપણ પ્રકારની રમતો રમવા દેવામાં આવતી નથી |
0 | શાળામાં રમતો રમવા દેવામાં આવતી નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
સમયપત્રક ચકાસવું જેમાં મુખ્યત્વે કવાયત માટે તાસની ફાળવણી (શનિવાર) હોય.
પ્રમાણપત્રોની ચકાસણી અને રમત-ગમતની પ્રવૃત્તિમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓના નામનું રજીસ્ટર.
મુખ્ય શિક્ષક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી