સમજ
માપદંડ-૧ : આ માપદંડ હેઠળ એકમ કસોટીમાં પૂછવામાં આવેલ પ્રશ્નો સંદર્ભે વિદ્યાર્થીઓએ આપેલ પ્રત્યુત્તરની ગુણવત્તા જાણવાનો પ્રકલ્પ રાખવામાં આવેલ છે. એકમ કસોટી અંતર્ગત પૂછવામાં આવતા પ્રશ્ન સંદર્ભે વિદ્યાર્થી પ્રશ્નની સૂચના અનુસાર જવાબ આપે છે કે કેમ, અધ્યયન નિષ્પત્તિઓની સમજ વિકસેલ છે કે કેમ અને જવાબ વાક્યરચનાની દૃષ્ટિએ શુદ્ધ છે કે કેમ તેની ચકાસણી કરવાનો હેતુ છે.
ઈન્ડીકેટર
1 પ્રશ્નની સૂ ચનાપ્રમાણે જવાબ લખેલ છે.
2 લખેલ જવાબ અધ્યયન નિષ્પત્તિને અનુરૂપછે.
3 વાક્ય રચના ભૂ લરહિત છે.
માપદંડ
સ્કોર | એકમ કસોટીની આન્સર બુકલેટમાં વિદ્યાર્થીઓએ યોગ્ય રીતે જવાબો લખ્યા છે. |
5 | તમામ વિદ્યાર્થીઓએ એકમ કસોટીમાં યોગ્ય રીતે જવાબો લખ્યા છે. |
4 | મોટા ભાગના વિદ્યાર્થીઓએ એકમ કસોટીમાં યોગ્ય રીતે જવાબો લખ્યા છે. |
3 | અડધાથી વધુ વિદ્યાર્થીઓએ એકમ કસોટીમાં યોગ્ય રીતે જવાબો લખ્યા છે. |
2 | અડધાથી ઓછા વિદ્યાર્થીઓએ એકમ કસોટીમાં યોગ્ય રીતે જવાબો લખ્યા છે. |
1 | થોડાક જ વિદ્યાર્થીઓએ એકમ કસોટીમાં યોગ્ય રીતે જવાબો લખ્યા છે. |
0 | એક પણ વિદ્યાર્થીએ એકમ કસોટીમાં યોગ્ય રીતે જવાબો લખ્યા નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
એકમ કસોટીની ઉતરવહીની પ્રત્યક્ષ ચકાસણી
વિડીયો