સમજ
આ માપદંડ હેઠળ વિદ્યાર્થીઓની એકમ કસોટીની આન્સર બુકલેટની શિક્ષક દ્વારા કરવામાં આવતી ચકાસણીની ગુણવત્તા ચકાસવાનો પ્રકલ્પ રાખવામાં આવેલો છે. જેમાં એકમ કસોટીની ચકાસણી થઈ છે કે કેમ, તેમાં વિદ્યાર્થીઓની ભૂલોનો નિર્દેશ કરેલ છે કે કેમ, ભૂલો મુજબ ગુણ કપાયાનો ઉલ્લેખ છે કે કેમ, તેમજ દરેક જવાબોને યોગ્ય ગુણ અપાયા છે કે કેમ તેની ચકાસણી કરવાનો હેતુ છે..
ઈન્ડીકેટર
1 એકમ કસોટી ચકાસવામાં આવેલ છે.
2 એકમ કસોટી ચકાસતી વખતે વિદ્યાર્થીની ભૂલોનો નિર્દેશ કરેલ છે.
3 જ્યાં ગુણ કપાયા છે તેનો સ્પષ્ટ નિર્દેશ કરેલ છે.
4 તમામ પ્રશ્નોનાં જવાબને યોગ્ય રીતે ગુણ આપવામાં આવેલ છે.
માપદંડ
સ્કોર | વિષયોની એકમ કસોટીની ઉત્તરવહીઓ યોગ્ય રીતે ચકાસેલ છે. |
5 | તમામ વિષયની એકમ કસોટીની ઉત્તરવહીઓ યોગ્ય રીતે ચકાસેલ છે. |
4 | મોટા ભાગના વિષયની એકમ કસોટીની ઉત્તરવહીઓ યોગ્ય રીતે ચકાસેલ છે. |
3 | અડધાથી વધુ વિષયની એકમ કસોટીની ઉત્તરવહીઓ યોગ્ય રીતે ચકાસેલ છે. |
2 | અડધાથી ઓછા વિષયની એકમ કસોટીની ઉત્તરવહીઓ યોગ્ય રીતે ચકાસેલ છે. |
1 | થોડાક જ વિષયની એકમ કસોટીની ઉત્તરવહીઓ યોગ્ય રીતે ચકાસેલ છે. |
0 | એક પણ વિષયની એકમ કસોટીની ઉત્તરવહી યોગ્ય રીતે ચકાસેલ નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
એકમ કસોટીની ઉતરવહીની પ્રત્યક્ષ ચકાસણી
વિડીયો