સમજ
માપદંડ-૪ : આ માપદંડ હેઠળ વિદ્યાર્થીઓના પ્રત્યુત્તરની ચકાસણી બાદ શિક્ષક દ્વારા જે તે પ્રશ્નના ઉત્તર સંદર્ભે કરવામાં આવતી ટિપ્પણીઓ સૂચનાઓ અંતર્ગત આયોજિત કરવામાં આવતા ઉપચારાત્મક શિક્ષણની ગુણવત્તા જાણવાનો પ્રકલ્પ રાખવામાં આવેલો છે, જેમાં સૂચનોને અનુરૂપ ઉપચારાત્મક કાર્ય થાય છે કે કેમ, તમામ ભૂલોને આવરી લેતું ઉપચારાત્મક કાર્ય છે કે કેમ અને અધ્યયન નિષ્પત્તિને સમાવતું ઉપચારાત્મક કાર્ય થાય છે કે કેમ તેની ચકાસણી કરવાનો હેતુ છે.
ઈન્ડીકેટર
1 ઉપચારાત્મક કાર્ય શિક્ષકના સૂચનોને અનુરૂપ છે.
2 ઉપચારાત્મક કાર્ય તમામ ભૂલોને આવરી લે છે.
3 જે તે અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ નિદાન કરવામાં આવેલું છે.
4 ઉપચારાત્મક કાર્ય જે તે અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ થયેલ છે.
માપદંડ
સ્કોર | વિષયોની એકમ કસોટીના પરિણામોના આધારે વિદ્યાર્થીઓમાટે ઉપચારાત્મક કાર્યનું આયોજન અને અમલ કરેલ છે. |
5 | તમામ વિષયની એકમ કસોટીના પરિણામોના આધારે વિદ્યાર્થીઓમાટે ઉપચારાત્મક કાર્યનું આયોજન અને અમલ કરેલ છે. |
4 | મોટા ભાગના વિષયની એકમ કસોટીના પરિણામોના આધારે વિદ્યાર્થીઓમાટે ઉપચારાત્મક કાર્યનું આયોજન અને અમલ કરેલ છે. |
3 | અડધાથી વધારે વિષયની એકમ કસોટીના પરિણામોના આધારે વિદ્યાર્થીઓ માટે ઉપચારાત્મક કાર્યનું આયોજન અને અમલ કરેલ છે. |
2 | અડધાથી ઓછા વિષયની એકમ કસોટીના પરિણામોના આધારે વિદ્યાર્થીઓમાટે ઉપચારાત્મક કાર્યનું આયોજન અને અમલ કરેલ છે. |
1 | થોડાક જ વિષયની એકમ કસોટીના પરિણામોના આધારે વિદ્યાર્થીઓમાટે ઉપચારાત્મક કાર્યનું આયોજન અને અમલ કરેલ છે. |
0 | એક પણ વિષયની એકમ કસોટીના પરિણામના આધારે વિદ્યાર્થીઓમાટે ઉપચારાત્મક કાર્યનું આયોજન અને અમલ કરેલ નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
એકમ કસોટીની ઉતરવહીની પ્રત્યક્ષ ચકાસણી
વિડીયો