Neelkanth Dham Swaminarayan Temple Know about its attractions

Neelkanth Dham Swaminarayan Temple Know about its attractions પોઇચા ગામમાં 105 એકરમાં ફેલાયેલું નીલકંઠ મંદિર (નીલકંઠ ધામ મંદિર) સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા બનાવવામાં આવ્યું છે. નર્મદા નદીના કિનારે બનેલું આ મંદિર તેની વિશાળતા માટે પ્રખ્યાત છે. આ મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. મંદિરનું સ્થાપત્ય ભવ્ય છે. વિશાળ શિલ્પો દ્વારા પૌરાણિક કથાઓને દર્શાવતા અહીં ખૂબ મોટા … Read more

ફ્રિજ દીવાલથી કેટલું દૂર હોવું જોઈએ? વર્ષોથી દરેકના ઘરમાં છે પણ 99% લોકોને ખબર નથી

ફ્રિજ દીવાલથી કેટલું દૂર હોવું જોઈએ? વર્ષોથી દરેકના ઘરમાં છે પણ 99% લોકોને ખબર નથી

Refrigerator: આપણા ઘરે ફ્રિજનો ઉપયોગ ઘણા સમયથી થઈ રહ્યો છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે, તેને દીવાલથી દૂર રાખવું જોઈએ. જો ફ્રિજને દીવાલથી નિશ્ચિત દૂરી પર રાખવામાં ના આવે તો તે ખરાબ થઈ શકે છે.

 

આપણે બધા બાળપણથી જ ફ્રિજ જોતા આવ્યા છીએ. ઘણા લોકો તેને રસોડામાં રાખે છે તો, કેટલાય લોકો તેને રૂમ કે હોલમાં રાખતા હોય છે. ફ્રિજ હોય કે ટીવી આપણે તેને આપણા હિસાબ પ્રમાણે તેને રાખતા હોઈએ છીએ. અને મોટાભાગે આપણે જોઈએ છીએ કે, તેને દીવાલથી અડીને રાખવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે તેને રાખવાની એક યોગ્ય રીત પણ છે? તે એ છે કે, તેને દીવાલથી નિશ્ચિત અંતરે રાખવું જોઈએ.

નિષ્ણાતોનું કહેવું છે કે, ફ્રિજને દીવાલથી 6થી 10 ઇંચ દૂર રાખવું જોઈએ. એવું કેમ કહેવામાં છે આવો તેની જાણકારી મેળવીએ. એક ફ્રિજને પોતાની અંદર વસ્તુઓને ઠંડી રાખવા માટે ઘણી મહેનત કરવી પડે છે. આ પ્રક્રિયા દરમિયાન પાછળની જાળીમાંથી ગરમી નીકળતી હોય છે. જેથી ફ્રિજને દીવાલથી થોડે દૂર રાખવું ખુબ જ અનિવાર્ય બની જાય છે.

જો તમે આ રીતે ફ્રિજને નથીં ગોઠવતા તો, ગરમ હવા નીકળી શકશે નહીં. જેથી ફ્રિજને પોતાની અંદર રહેલી વસ્તુઓને ઠંડી રાખવા માટે તેનાથી પણ વધારે મહેનત કરવી પડશે. તેના કારણ વિજળીનો પણ વધારે વપરાશ થવાનો છે.

ગરમીનું અંતર જરૂરી છે: ફ્રિજને દીવાલથી દૂર રાખવા સિવાય તે પણ જરૂરી છે કે, તમે તેને કોઈ સિધા હિટર કે, અન્ય કોઈ ગરમી આપતી વસ્તું પાસે ન રાખો.

જો તમે આવું કરો છો તો, તાપમાનમાં વધારે અંતર જળવાશે તેથી ફ્રિજ વધારે ઠંડું થશે અને સાથે સાથે અંદરની વસ્તુને પણ ઠંઠી રાખશે. આ સિવાય જો તમારૂ ફ્રિજ અંદરથી ભીનું થઈ જાય અને બરફ થઈ જાય છે તો, તે કોઈ પણ ફ્રિજ માટે સારી વાત નથી.