WhatsApp માં લગાવી શકાશે વોઈસ સ્ટેટસ

WhatsApp Status ને હવે યુઝર્સ પોતાના અવાજમાં મૂકી શકશે, કંપની લાવી રહી છે નવું ફિચર

 

WhatsApp Voice Message: iPhone યુઝર્સ આ રીતે ફીચરનો ઉપયોગ કરી શકે છે સૌથી પહેલા તમારે Apple iPhoneમાં WhatsApp ઓપન કરવાનું રહેશે. જેવી તમે એપ કરશો, તમને સ્ક્રીનની નીચે સ્ટેટસ ટેબ મળશે. સ્ટેટસ ટેબમાં, તમને પેન્સિલ જેવું આઇકોન દેખાશે,જણાવી દઈએ કે તમને સ્ક્રીનની નીચે જમણી બાજુએ પેન્સિલ સિમ્બોલ દેખાશે.

આ પછી, તમારો વૉઇસ સંદેશ રેકોર્ડ કરવા માટે, તમારે લોકોએ માઇક્રોફોન આઇકોન પર ટેપ કરવું પડશે. વૉઇસ સંદેશ રેકોર્ડ કરવા માટે, તમારે લોકોએ માઇક્રોફોન આઇકોનને દબાવીને પકડી રાખવું પડશે જેથી કરીને તમે તમારો સંદેશ રેકોર્ડ કરી શકો.

જણાવી દઈએ કે તમે શરૂઆતમાં માત્ર 30 સેકન્ડ સુધીનો મેસેજ જ રેકોર્ડ કરી શકશો. જેવો જ તમારો મેસેજ રેકોર્ડ થાય છે, તમારે વધુ કઈ કરવાની જરૂર નથી, ફક્ત તમારા માઇક્રોફોન આઇકોનને છોડી દેવાનો છે. મેસેજ સાંભળ્યા અને વેરિફાય કર્યા પછી તમારે સ્ટેટસ પર વૉઇસ મેસેજ મૂકવા માટે સેન્ડ આઇકોન પર ક્લિક કરવાનું રહેશે

 

2 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *